ઇડર નાગરિક સહકારી બેંકમાંથી 10 લાખ ગુમ

સ્ટ્રોંગરૂમમાંથી 10 લાખ ગુમ થયાનો લાબો સમય વીતી જવા છતાં કોઇ પરિણામ નહીં: પોલીસ દ્વારા કર્મચારીની પૂછપરછ

સાબરકાંઠા જીલ્લાના ઈડર ખાતે સભાસદો અને થાપણોથી ચાલતી વર્ષો જૂની ઈડર નાગરીક સહકારી બેંકમાં થોડા દિવસો અગાઉ બેંક બંધ થયાં પછી બેંકનાં મેનેજર અને સી.ઈ.ઓને કેશિયરે રૂપિયા 10 લાખની ઘટ હોવાની વાત કરી હતી ત્યારે તાત્કાલીક બેંક મેનેજર,સી.ઈ.ઓ અને કેશિયરે મોડી રાત સુધી ટોટલ રકમની ગણતરી હાથધરી હતી જોકે બેંકનાં સ્ટ્રોંગ રૂમમાંથી કુલ 10 લાખની મોટી રકમ ગુમ થઈ હોવાની હકીકત જાણવા મળતાં મેનેજર અને સી.ઈ.ઓ તેમજ બોર્ડના ડિરેક્ટરોએ તાત્કાલીક બેંકનાં સ્ટાફની પૂછપરછ હાથધરી હતી.

બેંકનાં સ્ટાફ સાથે કરેલી પૂછપરછમાં ગુમ થયેલી રકમનો કોઈ નિવેડોનાં આવતાં મામલો પોલીસ મથક સુધી પહોંચયો હતો બીજા દિવસે બેંક દ્વારા કેશિયર વિરૂદ્ધ નામ જોગ ઈડર પોલીસ મથકે લેખિતમાં અરજી પણ આપવામાં આવી હતી અરજી આપ્યાં પછી પણ બેંક દ્વારા ચાર દિવસ સુધી કોઈ લીગલ ફરીયાદ નાં નોધાવાતા બેંકનાં ગ્રાહકો તેમજ થાપણદારોનાં જીવ તાળવે ચોંટયા હતાં આખરે ચાર દિવસ પછી કેશિયર ને સાઈડ લાઈન કરિને બેંક દ્વારા બેંક નાં સ્ટાફ વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવામાં આવી હતી બેંકની પોતાની માલિકીમાંથી ગુમ થયેલા 10 લાખનો કોઈ પત્તો નાં લાગતાં બેંકનાં ગ્રાહકોનાં જીવ તાળવે ચોંટયા છે.

બેંકમાંથી ગુમ થયેલ લાખોની રકમ વરચે બેંકની વહીવટી કામગીરી સામે લોકોમાં ભારે ચર્ચાની સાથે આક્ષેપો પણ થઈ રહ્યાં છે શું બેંકનાં કંપાઉન્ડમાં આવેલ સ્ટ્રોંગ રૂમનાં સી.સી.ટી.વી બંધ હતાં કે કેમ શું પોલીસ તપાસમાં બેંકનો કોઈ કર્મચારી અથવા અન્ય કોઈ વ્યક્તિ હાથ લાગશે કે કેમ તે પોલીસ તપાસ પુર્ણ થયાં પછી બહાર આવે તેમ છે હાલ તો બેંકની પોતાની પ્રિમાઈસીમાંથી ગુમ થયેલ રૂપિયા 10 લાખ મામલે બેંક સામે અનેક સવાલોની વચ્ચે લોક ચચોનો વિષય બન્યો છે જો બેંક પોતાની રકમ સાચવવામાં નિષ્ફળ નીવડી હોય તો ગ્રાહકોનું શું ?

બેંકનાં સ્ટ્રોંગ રૂમમાંથી ગુમ થયેલ રકમ હજૂ સુધી ન મળતી હોય તો અન્ય કોઈ આવો બનાવ બને તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો સાથે બેંકનાં ગ્રાહકોની અને થાપણદારોમાં ચચોએ જોર પકડ્યું છે ઈડર નાગરિક સહકારી બેંકમાથી રૂપિયા 10 લાખ ગુમ થયા બાબતની તપાસ કરતાં તપાસ અધિકારી તરીકે ઈડરના પી.આઈ ઓ.કે.જાડેજાએ અબતકના પ્રતિનિધિ સાથે વાત કરતાં કહ્યું હતું કે આ સમગ્ર મામલે હજુ તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું.