- મલેશિયાથી આવેલી બે મહિલાઓ કોરોના સંક્રમિત
- સ્વસ્થ થયેલા દર્દીઓનો કુલ આંકડો 68 પર પહોંચ્યો, 1 નુ મો*ત
રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે વધુ 10 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેના પગલે શહેરમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 124 પર પહોંચી ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે આજે વધુ 7 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે, જેના પગલે સ્વસ્થ થયેલા દર્દીઓનો કુલ આંકડો 68 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 1 દર્દીનું કોરોનાને કારણે દુઃખદ અ*વ*સા*ન થયું છે.
વિવિધ વિસ્તારોમાંથી નવા કેસો નોંધાયા; મલેશિયાથી આવેલી બે મહિલાઓ સંક્રમિત
આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીના જણાવ્યા અનુસાર, આજે નોંધાયેલા 10 કેસો પૈકી બે દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. વોર્ડ નં. 8 માં અમિન માર્ગ પર 63 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાનકી પાર્ક-1 માંથી મલેશિયાથી પરત ફરેલી 34 વર્ષીય મહિલા અને 68 વર્ષીય વૃદ્ધા કોરોના સંક્રમિત થઈ છે, જે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી સાથે જોડાયેલી છે. વોર્ડ નં. 8 ના ગીતાનગર વિસ્તારમાં રહેતી 55 વર્ષીય મહિલા આદિપુરથી આવ્યા બાદ સંક્રમિત થઈ છે.
વોર્ડ નં. 9 માં કોપર સ્ટોન સોસાયટીમાં 43 વર્ષીય મહિલા (ગાંધીનગર ટ્રાવેલ હિસ્ટ્રી સાથે) અને વોર્ડ નં. 7 માં 80 વર્ષીય વૃદ્ધ (કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં અને વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી) ઓક્સિજન સપોર્ટ પર છે. આ ઉપરાંત, વોર્ડ નં. 11 માં શિવ ટાઉનશિપમાં 58 વર્ષીય વૃદ્ધ, વોર્ડ નં. 10 માં એવરેસ્ટ પાર્કમાં 52 વર્ષીય મહિલા, જલારામ પ્લોટમાં 45 વર્ષીય પુરુષ અને શ્યામનંદ પાર્કમાં 44 વર્ષીય મહિલાના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.
વર્તમાન સ્થિતિ અને સારવાર હેઠળના દર્દીઓ
હાલ રાજકોટમાં 56 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મોટાભાગના દર્દીઓની સ્થિતિ સ્થિર અને નિયંત્રણ હેઠળ છે. 56 દર્દીઓ પૈકી માત્ર 3 દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 53 દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દીઓની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ: કુલ 1227 સક્રિય કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, 10 જૂન સુધી ગુજરાતમાં કુલ 1,227 કોરોનાના સક્રિય કેસો નોંધાયા હતા, જેમાંથી 23 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 1204 લોકો OPD બેઝ્ડ સારવાર હેઠળ છે. કુલ 105 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 1200ને પાર પહોંચ્યો છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા હતા. રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત દર્શાવવામાં આવ્યું નથી, જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાથી એક વ્યક્તિનું મો*ત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.