ઓખા ડ્રગ્સ કેસમાં પકડાયેલા 10 પાકિસ્તાની શખ્સોને પૂછતાછ માટે અમદાવાદ લઇ જવાયા

તાજેતરમાં દેવભૂમિ જિલ્લાના ઓખાથી દરયિામાં આગળ આંતર રાષટ્રીય જળ સીમા પાસે પાકિસ્તાનના કરાંચીથી અલ સોહેલી બોટ માછીમારી માટેની હતી તેમાં પાકિસ્તાનના બલુચીસ્તાનના અલી બક્ષ સહિત 10 શખ્સો પકડાયા હતા. જેમની પાસેથી 280 કરોડનું ડ્રગ્સ તથા ઘાતક હથિયારો એવા છ પિસ્તોલ બાર મેગેઝીન તથા 1ર0 કારતુસોનો જથ્થો મળેલો હતો. જેમને પોલીસ એ.પી.એલ. તથા કોસ્ટગાર્ડ દ્વારા બોટ સાથે લઇને ઓખા લઇ જવાયા હતા. જયાંથી 1ર દિવસની રીમાંડ મેળવીને આ તમામને વધુ તપાસ તથા ઊંડી પુછપરછ માટે અમદાવાદ તરફ લઇ જવાયા છે. જયાં ઉચ્ચ અધિકારીઓ આગવી ઢબે પુછપરછ કરશે.

પાકિસ્તાનથી લાવવામાં આવેલા જથ્થો ગુજરાતમાં જ ઉતારવાનો હોય સાંગર કાંઠે કયા શખ્સો આની ડીલીવરી લેવાના હતા. તે મોબાઇલ નેટવર્ક મેળવવા માટે પણ એ.ટી.એસ. દ્વારા પ્રયત્નો શરુ થયા છે. તો સામાન્ય રીતે માછીમારી બોટમાં માછી મારવાના સ્વાંગમાં માલ લઇ જવાનો તેને બદલે 10 વ્યકિતઓ છ પિસ્તોલ આધુનિક ઇટાલીયન તથા બાર મેગેઝીન અને 120 કારતુસો સાથે નીકળતા આ નવા આઇડીયા વાળી ડ્રગ્સની હેરફેર ચર્ચા મય બની છે. તથા એ.ટી. એલ.ના ભટ્ટન તથા સુનીલ જોશીના માર્ગદર્શન માં પો.ઇ. કોરાટ, પો.ઇ. જે.એમ. પટેલ તથા પો.સ.ઇ. ગુર્જર, ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે.