Abtak Media Google News

રોકડ અને સાત વાહનો મળી કુલ રૂ.૧૧.૨૮ લાખનો મુદામાલ કબજે

બોર્ડર રેન્જનાં આરઆરસેલ દ્વારા અંજારના શેખટીંબા કરવામાં આવેલી રેડ તથા ત્યારબાદ કરવામાં આવેલી સસ્પેન્શની કડક કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસે તેમના વિસ્તારમાં ચાલતી દારૂ-જુગારની બદીઓને ડામવા અંજાર પોલીસે તાલુકાના ભીમાસર ગામની સીમમાંથી દસ જુગારીને રૂપિયા ૩૮,૫૦૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. અંજાર પોલીસમાંથી મળતી વિગત મુજબ અંજાર તાલુકાનાં ભીમાસર ગામની સીમમાં આવેલી નોબલ કંપનીની પાછળની રેલવે ફાટક પાસેની ઝાડીઓમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા કેવલ ગગુભાઈ બકુત્રા, વિજય ચમનગર ગોસ્વામી, બધાભાઈ શામતભાઈ બકુત્રા, રામજીભાઈ પાંચાભાઈ, રમેશભાઈ ગોવિંદભાઈ ચાવડા, ગીરીરાજભાઈ રાણાભાઈ ચાવડા, ગોવિંદ કરશનભાઈ બકુત્રા, ખીમજીભાઈ જેસંગભાઈ ખટારીયા, શામજીભાઈ સવાભાઈ બાલાસરા અને હરિશભાઈ રણધીરભાઈ બાબરીયાએ રોકડ‚પિયા ૩૮૫૦૦ અને સાત વાહનો મળી કુલ ૧૧,૨૮,૫૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.