• શ્રાવણ માસથી રક્ષાબંધન, જન્માષ્ટમી ભાદરવામાં ગણેશ ઉત્સવ, નવરાત્રિ અને દિવાળી, દેવ દિવાળી સુધી તહેવારોની હારમાળા

અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે. આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ   પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે દિવાસાથી  જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે. જેમકે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ થાય છે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ઉત્સવો આવે છે. ત્યારબાદ ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની  હારમાળા સર્જાય છે. દિવાસોથી શરૂ કરીને દેવ દિવાળી સુધી, એટલે કે લગભગ 100 દિવસ સુધી કોઈને કોઈ ઉત્સવો આવતા જ રહે છે. આ સારા દિવસોની શરૂઆતને જ દિવાસા તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક તહેવારો આવતા હોય છે અને તેની ઉજવણી ઉલ્લાસથી કરવામાં આવે છે

દિવાસાના દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત થાય છે. નવપરિણીતાઓ એવરત અને મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે. દિવાસાના ઉપવાસમાં સ્ત્રીએ મીઠાં વગરનો જ ખોરાક લેવાનો હોય છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે. એવરતમા, જીવરતમાની પૂજા-અર્ચના કરે છે. અને સાથે જ ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે.

દશાર્માંના 10 દિવસીય વ્રતનો રવિવારથી આરંભ

દુ:ખ હરનારા દશા માઁના 10 દિવસીય ઉત્સવનો રવિવાર થી આરંભ થશે. ઘણાં બહેનો દ્વારા અષાઢ માસની અમાસથી તો ઘણાં લોકો શ્રાવણ માસના પ્રારંભથી દશા માઁના વ્રતની ઉજવણીનો પ્રારંભ કરતા હોય છે. વ્રતના પ્રારંભે દશા માતાજીની મૂર્તિની વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ સ્થાપન કરી દસ દિવસ દરમિયાન દશા માતાજીની પૂજા-અર્ચના, થાળ, મહાપ્રસાદ, ગરબા-આરતી વગેરે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી વ્રતની પુર્ણાહૂતિ બાદ દશા માતાજીની મૂર્તિને દરિયા દેવામાં પધરાવવામાં આવશે. દશા માતાના વ્રતને લઈ બજારમાં પૂજાપા, માતાજીના શણગાર સહિતની સામગ્રીની ખરીદીમાં પણ રોનક વધી છે.

સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ

પવિત્ર શ્રાવણ માસની સોમવારથી શરૂઆત થશે. સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખુબ જ મહત્વ છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની પૂજા અર્ચના કરવાનો પવિત્ર મહિનો.  આ માસમાં શિવજીના દરેક મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. શ્રાવણ માસ અને તેમાં પણ ખાસ કરીને સોમવારે ભગવાનની પૂજાનું ખુબ જ મહત્વ રહેલું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.