Abtak Media Google News

પૄથ્વી પરનો દરેક દેશ માને છે કે યુધ્ધના અંતે  જીતનાં રૂપમાં નરસંહાર, મોંઘવારી તથા બેરોજગારી જ આવતા હોય છે . અને છતાંયે યુધ્ધ થાય છે. રશિયાએ યુક્રેન ઉપર હુમલા શરૂ ર્ક્યાને 10 દિવસ થયા. આ 100 દિવસમાં બન્ને દેશોએ શું મેળવ્યું, અને આ બન્ને દેશોના યુધ્ધી વિશ્વને શું મળ્યું? આંકડા જોઇએ તો સમજાશે કે દૈનિક 60 થી 100 યુક્રેનનાં સૈનિક શહીદ થાય છે અને આશરે 500 ઘાયલ થાય છે.

આ બધા આંકડા છે જે બન્ને દેશોની સરકારો જાહેર કરે તેને આપણે સાચા માનવા રહ્યા. બાકી હકિકતમાં કેટલા નાગરિકો, કેટલા સૈનિકો અને બાળકોના જીવ ગયા તે કોઇ જાણતું નથી. ક્યારેક ચિત્રને બિહામણું બતાવવા યુક્રેન વધુ આંકડા આપે તો ક્યારેક પોતાની બહાદુરી દેખાડવા ઓછા આંકડા આપે  એવું બને છે અને બનતું રહેશે. જેની કોઇ જ ચકાસણી શક્ય નથી. સરકારી એજન્સીઓ તતા સંયક્તિ રાષ્ટ્રોનાં પ્રતિનિધીઓ પણ સાચા આંકડા આપી શકતા નથી. મારીયોપોલ શહેરમાં જ યુક્રેનનાં 21000 થી વધારે લોકોના જીવ ગયા હોવાનું કહેવાય છે. સામાપક્ષે રશિયાનાં કુલ 30,000 સૈનિકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. જાનહાનિનાં આંકડા છુપાવી શકાય પરંતુ વૈશ્વિક ઇકોનોમી, કોમોડિટીનાં ભાવ તથા વિકાસનાં આંકડા સત્યને ઉજાગર કરવા સક્ષમ છે.

યુક્રેનમાં છેલ્લા 100 દિવસમાં 38000 રહેણાકનાં બિલ્ડીંગ કાટમાળ બની ગયા છે.આશરે સવા બે લાખ લોકો બેઘર થયા છે. 10 જેટલા શૈક્ષણિક સંકુલો ધરાશયી થયા છે. અને 2000 જેટલા ઉપયોગમાં ન લઇ શકાય એટલા ક્ષતિગ્રસ્ત થયા છે.  આ ઉપરાંત 300 જેટલા રોડ, 50 રેલ્વે પુલ, 500 કારખાના, 500 કરતા વધારે હોસ્પિટલો ધરાશયી થઇ ગઇ છે.  યુકૈનમાં થયેલી માળખાકિય સુવિધાઓની હાનિનાં આ આંકડા છે.

આશરે 4.50 કરોડની વસ્તી ધરાવતા યુક્રેનમાંથી આશરે 68 લાખ લોકો દેશ છોડીને ચાલ્યા ગયા છે. આશરે 80 લાખ લોકો એવા છે પોતાના વતન કે રહેણાંક છોડીને અન્ય સ્થળોએ ચાલ્યા ગયા છે પરંતુ હજુ દેશ છોડીને બહાર જઇ શક્યા નથી.   હાલમાં યુક્રેનનો 20 ટકા જેટલો વિસ્તાર રશિયન ફોજના કબ્જામાં છે. રશિયન દળો કહે છૈ કે કુલ 58000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર તેમના કબ્જામા છે. આ વિસ્તારોમાં લોકો કામ-ધંધા શું કરી શકે?  આ આંકડા દેશમાં વ્યાપી રહેલી બેકારીનો ચિતાર રજૂ કરે છે.

વૈશ્વિક અર્થતંત્રની વાત કરીએ તો હાલમાં રશિયા ઉપર આશરે 5000 જેટલા પ્રતિબંધો છે.  રશિયાનું આશરે 300 અબજ ડોલરનું સોનું અને વિદેશી કરન્સી પશ્ચિમી દેશોમાં ફ્રીજ ઇને પડ્યું છે જેના ઉપર એક કોડીનો પણ વ્યવહાર થઇ શકતો નથી. એર ટ્રાફિક 81 લાખ વાળો ઘટીને 52 લાખ થયો છૈ. જેમાં મોટાભાગનાં લોકો ધર પરિવાર અને રોજગાર છોડીને રવાના થવા માટે ટ્રાવેલ કરે છે.  આ ઉપરાંત 1000 જેટલી એવી કંપનીઓ છે જેમણે રશિયામાં કારોબાર બંધ કરી દીધા છે. જેના કારણે લાખો લોકો બેરોજગાર થયા છે.

રશિયાનો સ્ટોક ઇન્ડેક્ષ મોઐક્સ આશરે 40 ટકા નીચે આવી ગયો છે. રશિયન સેન્ટ્રલ બેન્કનાં જણાવ્યા પ્રમાણે એપ્રિલ-22 માં વાર્ષિક ફૂગાવાનો દર 17.8 ટકાએ પહોંચ્યો છે.  યુક્રેનનાં આંકડા બોલે છે કે દેશનો 35 ટકા જેટલો જી.ડી.પી. યુધ્ધમાં બળીને ભસ્મ થઇ ગયો છૈ. દેશને 600 અબજ ડોલરનું નુકસાન થઇ ચુક્યું છે. યુક્રેનમાંથી નિકાસ થતી કૄષિપેદાશો અધવચ્ચે અટકી પડી છે. આંકડા આવ્યા છે કે 220 લાખ ટન અનાજ નિકાસ થઇ શક્યું નથી કારણ કે યુક્રેનનાં ચાવી રૂપ બંદરો ઉપર રશિયાનો કબ્જો થઇ ગયો છે. આશરે પાંચ લાખ ટન અનાજ રશિયન સૈનિકો ઉપાડી ગયા હોવાના પણ અહેવાલ છે.   આ બધા એવા આંકડા છે જેનું માનવીય ઉપયોગના સ્વરૂપમાં નુકસાન નક્કી કરવું મુશ્કેલ છે.

યુધ્ધનાં કારણે વૈશ્વિક કારોબારને માઠી અસર પડી છે.  આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઇ છે. વેજીટેબલ તેલનાં ભાવ 27 ટકા, ઘઉંના ભાવ 15 ટકા, મસુર દાળ 11 ટકા, સરસવ તેલ પાંચ ટકા તથા ખાંડનાં ભાવ ચાર ટકા વધી ગયા છે. વિશ્વભરની સરકારોએ મોંઘવારીને કાબુમાં રાખવા શ્રેણીબધ્ધ પગલાં ભર્યા હોવા છતાં આ હાલ છે. આ ઉપરાંત બાકી હોય તો ક્રુડતેલનાં ભાવમાં 25 ટળકા જેટલો વધારો થયો હોવાથી પરિવહન ખર્ચ વધતાં દરેક વસ્તુનાં ભાવને અસર થાય છે.  આફ્રિકન દેશોમાં રશિયા તથા યુક્રેનથી થી 44 ટકા જેટલો ઘઉંનો પુરવઠો નિકાસ તો હોય છે જે અટકી જતા આફ્રિકાની હાલત નાજુક થઇ રહી છે.  આફ્રિકામાં અનાજનાં ભાવમાં 45 ટકાનો વધારો જોવા મળ્યો છે. અન્ય દેશોની જેમ ભારતનાં જી.ડી.પી નાં આંકડા પણ નબળા રહેવાનાં સંકેત મળ્યા છે. એપ્રિલ-22 નો ભારતનો ફુગાવાનો દર 7.8 ટકા થયો છે.

યુધ્ધના મિસાઇલો જેવા યુક્રેન ઉપર ઝિંકાવા શરૂ થયા  કે ભારતનાં શેરબજારોમાં ગાબડાં પડ્યા હતા. વિદેશી રોકાણકારો આશરે 50000 કરોડ રૂપિયાનું તેમનું મુડી રોકાણ પાછું લઇ ગયા છે. બાકી હોય તો વૈશ્વિક ઇકોનોમી નાજુક થતી હોવાથી સૌ નવા સાહસ કરતાં અચકાય છે. ડોલરની સામે રુપિયો નબળો પડીને 77.50 ની સપાટી વટાવી ગયો છે.  યુધ્ધ શરૂ થયું ત્યારે જગ આખાનું .મિડયા રડારોળ કરતું હતું જે હવે ભલે મહત્વ ન આપતું હોય  પણ વૈશ્વિક ઇકોનોમી અને કારોબારનું ચક્ર સમજવા માટે આ યુધ્ધ અતિ મહત્વનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.