ઓકિસજન પ્લાન્ટ સાથે 100 નવી હોસ્પિટલો વડાપ્રધાન કેર ફંડથી સજજ થશે

0
29

કોવિડ -19 મહામારી જાણે કટોકટીમાં તબદીલ થઈ રહી હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ઠેર ઠેર હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડની અછત વર્તાઈ રહી છે. આ અનુસંધાનમાં આવશ્યક તબીબી ઉપકરણો અને ઓક્સિજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે ગઈકાલે સશક્તિકરણ જૂથ-2 (ઈજી 2)ની બેઠક મળી હતી. જેમાં નવી 100 હોસ્પિટલ ઉભી કરવાને મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. આ ગ્રૂપે આરોગ્ય મંત્રાલયને પ્રેશર સ્વીંગ એડોસર્પ્શન (પીએસએ) પ્લાન્ટો સ્થાપવાની મંજૂરીની વિચારણા માટે દૂર અંતરિયાળ  વિસ્તારોમાં 100 હોસ્પિટલો ઉભી કરવા નિર્દેશ આપ્યા છે. જે તમામ ઓક્સિજન પ્લાન્ટ સાથે સજજ હશે. અને વડાપ્રધાન કેર્સ ફંડ હેઠળ સ્થાપવામાં આવશે.

પ્રેશર સ્વીંગ એસોર્પ્શન (પીએસએ)ઓક્સિજનનું ઉત્પાદન કરે છે અને હોસ્પિટલોને તબીબી ઓક્સિજન માટેની આવશ્યકતામાં આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે અને તબીબી ઓક્સિજનના પુરવઠા માટે રાષ્ટ્રીય ગ્રીડ પરનો ભાર ઘટાડે છે. ત્યારે વધુ 100 હોસ્પિટલોમાં ઓક્સિજન સુવિધા પૂરી પાડવા પીએસએને આદેશ કરાયા છે.

આ ઉપરાંત, તબીબી ઓક્સિજનના સ્રોત અને તેમની ઉત્પાદન ક્ષમતાને રાજ્યોની જરૂરિયાત સાથે સંતુલિત કરવા માટે મેપ બનાવવામાં આવ્યા છે અને આ માટે રાજ્યોને માર્ગદર્શન આપવા માટે એક સૂચક માળખું પણ વિકસાવવામાં આવ્યું છે. આ 12 રાજ્યોમાં – મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગ., કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને નિર્દેશ કરાયા છે. આ જૂથે મેટ્રિક મેટિકલ અને મેડિકલ ઓક્સિજનની આયાત માટે ટેન્ડર ભરવાનું પણ નક્કી કર્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here