રાજકોટ જિલ્લાના 163 ગામોમાં કોરોના વેક્સિનની 100 ટકા કામગીરી

ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મફ્ત વેક્સિન આપવામાં આવી રહી છે.

જિલ્લાના 163 ગામોમાં બન્ને ડોઝ 100 ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકામાં-38 ગામોમાં સંપૂર્ણ પણે 100 ટકા રસીકરણ કરવામાં આવે છે. જ્યારે અન્ય તાલુકાઓમાં જામ કંડોરણામાં-23, રાજકોટમાં-6, પડધરીમાં-16, લોધિકામાં-3, ગોંડલમાં-17 , જસદણમાં- 19, વીંછીયામાં-5, ધોરાજીમાં-27, અને ઉપલેટમાં-9, કોટડામાં -0 ગામોમાં 100 ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયતના સદસ્યોના વિસ્તારના 25 બેઠકમાં પ્રથમ ડોઝ 100 રસીકરણ કરવામાં આવેલ છે.

રાજકોટ તાલુકાનાં ભાંગડા, જીવાપર, ખારચીયા, પાડાસણ, રાજગઢ, સૂકી સાજડીયાળી એમ કૂલ 6 ગામોમાં બન્ને ડોઝ 100 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.સમગ્ર જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ ડોઝ 1261798 (100.2%) અને બીજો ડોઝ 1064574 (84.2%) આપવામાં આવેલ છે.

આજરોજ જિલ્લા આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત રાજકોટ ની બેઠક મળી હતી. જેમાં સમિતિના અધ્યક્ષ શ્રીમતિ જ્યોત્સનાબેન પાનસુરિયા, સદસ્ય લીલાબેન ઠુંમર, સુમિતાબેન રાજેશભાઈ ચાવડા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેષ શાહ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડાભી, તથા જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.મિતેશ ભંડેરી, તથા અન્ય અધિકારીઓ હાજર રહેલ હતા.