Abtak Media Google News

પોર્ન ફિલ્મ બનાવવાના મામલે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં છે. ગુરુવારે આ આખા પોર્ન રેકેટ વિશે ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે દોઢ વર્ષમાં રાજ કુંદ્રાએ 100થી વધુ પોર્ન મૂવી બનાવી હતી અને તેમની પાસેથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચે અંધેરી વેસ્ટ સ્થિત રાજ કુંદ્રાની વિયાન ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી એજન્સીને ઘણો ડેટા મળ્યો હતો. આ ડેટા ટેરાંબાઇટ્સમાં હતો એટલું જ નહીં, ઘણા બધા ડેટા ડિલીટ પણ કરી દેવામાં આવ્યાછે, જેને ક્રાઈમ બ્રાંચ ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી પુન:પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રા ઓગસ્ટ 2019 થી પોર્ન ફિલ્મોના ધંધામાં હતો અને તેણે 100 થી વધુ પોર્ન ફિલ્મો બનાવી છે. ક્રાઈમ બ્રાંચ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફિલ્મો દ્વારા કુંદ્રાએ કરોડોની કમાણી કરી છે.

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ: ટોપ લેસ અને ન્યુડ સીન શુટ થયા પહેલા કરવામાં આવતો આવો કોન્ટ્રાક્ટ, સામે આવી તસ્વીરો

સૂત્રો કહે છે કે, જે એપ પર આ અશ્લીલ ફિલ્મો અપલોડ કરવામાં આવી છે તેમાં લગભગ 20 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે અને આ કારણોસર કુંદ્રા કરોડોની કમાણી કરતો હતો. ક્રાઇમ બ્રાંચનું કહેવું છે કે કુંદ્રાએ વેબસાઇટને બદલે એપ્લિકેશન બનાવી છે કારણ કે તેનો ઉપયોગ કરવો વધુ સરળ છે. વેબસાઇટને તો બંધ પણ કરી શકાય છે, પરંતુ એપ સાથે આવું થતું નથી.

ક્રાઈમ બ્રાંચ સાથે સંકળાયેલા સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે કેટલાક મોડેલ અને અભિનેત્રીઓ છે, જે ફક્ત આવી ફિલ્મોમાં કામ કરે છે અને કુંદ્રા તેનો ઉપયોગ કરે છે.

કુંદ્રા તપાસમાં સહકાર આપી રહ્યો નથી

આવા આક્ષેપો થવા છતાં રાજ કુંદ્રાની તપાસમાં સહકાર આપી રહ્યો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ કુંદ્રા પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. તે ઘણા સવાલોના જવાબો આપતો નથી અને તેની સામેના આક્ષેપોને નકારી રહ્યો છે. કુંદ્રાએ પોલીસને કહ્યું છે કે તેણે ક્યારેય કોઈ પોર્ન મૂવી બનાવી નથી. જોકે, ક્રાઈમ બ્રાંચનું કહેવું છે કે તેમની પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પૂરતા પુરાવા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.