Abtak Media Google News

ડીઆઈઆઈ દ્વારા આક્રમક લેવાલી: 6 હજાર કરોડના શેર ખરીદ્યા

2022 માં સવા લાખ કરોડના શેરોનું એફઆઈઆઈ દ્વારા આશરે વેચાણ કરવામાં આવ્યું છે 2023 ની શરૂઆત ના સાત જ ટ્રેડિંગ સેશનમાં  એફઆઈઆઈ દ્વારા 10000 કરોડથી વધારે રકમનાં શેરોનું વેચાણ થયું છે. બીજીબાજુ બજારને ટકાવી રાખવામાં ડીઆઈઆઈ નો ફાળો મોટો છે જે સતત લેવાલી કરી રહી છે. ખરીદી કરી રહી છે. શેરબજારમાં જોકે રોકડાના શેરોમાં વોલ્યૂમમા ઘટાડો જોવા મળી રહયો છે તો ફ્યુચર અને ઓપ્શન માં વોલ્યૂમ ડબલ થયું છે. લોકો ઓપ્શન ટ્રેડિંગ તરફ વળી રહ્યા છે.

પ્રાયમરી માર્કેટમાં પણ 2021 કરતા 2022 માં  આઈપીઓ દ્વારા ફંડ એકઠુ ઓછું થયું છે. જ્યા સુધી મોટી રકમના મેઇન બોર્ડ ના આઈપીઓ બજારમાં સફળ નહી થાય ત્યા સુધી પ્રાયમરી માર્કેટની હાલત એટલી સારી નહી થાય. જોકે અત્યારે એસએમઈ આઈપીઓ ના દિવસો છે. એસએમઈ આઈપીઓ  અનેક ગણા છલકાઈ રહ્યા છે. અને જે રીતે  એસએમઈ ના લિસ્ટિંગ ખુબજ ઊંચા પ્રીમિયમ થી થઈ રહયા છે તે જોતા એસએમઈ આઈપીઓની ડિમાન્ડ જળવાઈ રહેશે તેમાં કોઈ શંકા નથી. બજાર ની અગામી ચાલ ચોક્કશ પણે બજેટ જ નક્કી કરશે કારણ કે આગામી લોકસભા ની ચૂંટણી પહેલાનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. 2024 માં ફક્ત વોટ ઓફ એકાઉન્ટ જ હશે. બજારને ઘણી અપેક્ષા બજેટમાં છે.

સરકાર ડીસ ઇન્વેસ્ટમેન્ટ ના ટાર્ગેટ પુરા કરવા માર્ચ સુધીમાં  ઓએફએસ લાવશે અને પીએસયુ માં સ્ટોક વેંચશે. આગામી બજેટમાં ડીસ ઇન્વેસ્ટમેન્ટ ના ટાર્ગેટ કદાચ 2023 ના વર્ષ કરતા ઘણા નીચા રાખવામાં આવે તેવી શક્યતા છે. અથવા 2023 કરતા તો વધારે એફ.વાય.2024 ના ડીસ ઇન્વેસ્ટમેન્ટ ના ટાર્ગેટ ઓછા હોવાની શક્યતા નિષ્ણાંતો જોઈ રહ્યાં છે. શેરબજાર ના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા પ્રમાણે એફઆઈઆઈની આક્રમક વેચવાલી ચોક્કશપણે ચિંતા નું કારણ બજાર માટે છે.

પરંતુ  ડીઆઈઆઈ ની ખરીદી ઉપરાંત રિટેઇલ ઇન્વેસ્ટર્સ ની પણ વધતી જતી શેરબજારમાં ખરીદારી – ભાગીદારી બજારને ઘટવા દેશે નહી ઉપરાંત બજેટ ની કોઈપણ પ્રકારની રાહત બજારમાટે પોઝિટિવ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.