Abtak Media Google News

જુનાગઢ જિલ્લાના ૧૦૮ના કર્મચારીને ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ કર્મચારીના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. રાજય સરકારને જીલ્લા વહિવટી વિભાગને નેજા હેઠળ ચાલતી ગુજરાત ૧૦૮ સેવાના ૧૧ વર્ષ પુરા કરી ૧૨માં વર્ષમાં સફળ પ્રવેશ કર્યો આ પ્રસંગે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હાલ માંગરોળ ખાતે ફરજ બજાવતા ૧૦૮ના કર્મચારી ઈએમટી રાજેશ જોષીને ગાંધીનગર ખાતે ગુજરાતના આરોગ્ય મંત્રી કિશોરકુમાર કાનાણી, હેલ્થ કમિશનર જેન્તી રવિ મેડમ ગુજરાતના ૧૦૮ના સીઓઓ જસવંત પ્રજાપતિ દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો.

આ પ્રસંગે જુનાગઢ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભારપોડા, ડિસ્ટ્રીક ઓફિસર ચેતન ગાધે તેમજ જુનાગઢ જિલ્લાની સર્વે ૧૦૮ ટીમે રાજેશ જોષીને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.