Abtak Media Google News

કોરોના કાળમાં નાટકો-થિયેટરો બંધ હતા એ સમયે શ્રેણીના ત્રણ વિભાગોથી લોકોને મનોરંજન પૂરૂ પાડયું 

સીઝન-3માં સર્વે મીડિયા સાથે ‘અબતક’ સોશ્યલ મીડિયાએ પણ સહકાર આપ્યો

લગભગ દોઢ વર્ષથી નાટકો બંધ છે, થિયેટર બંધ છે, વર્ષે સાત થી આઠ નાટક દેખાડતી સંસ્થાઓ શાંત થઇ ગઈ છે. નાટકના કલાકાર કસબીઓ નાટક સિવાયના વ્યવસાયમાં લાગી ગયા છે અથવા તો ઘરે બેઠા છે ત્યારે આજકાલ મુંબઈ અને ગુજરાતના નાટ્યપ્રેમીઓનાં મોઢે કોકોનટ થિયેટર નામ વધુ સાંભળવા મળે છે. શું છે આ કોકોનટ થિયેટર ? નાટકના કલાકારો એના નામથી આટલા ખુશ કેમ છે ?

શું કરે છે આ કોકોનટ થિયેટર? કોકોનટ થિયેટર એક એવી કંપની છે જે થિયેટરને લગતી તમામ પ્રવૃત્તિઓ કરે છે અને એમાય ખાસ કરીને નાટકો.  નાટકોનું નિર્માણ કરે છે. લોકડાઉન શરુ થયું એ પહેલા એમનું હિન્દી નાટક થ્રી ચીયર્સ નો પ્રીમિયર શો મુંબઈના ઘણા પ્રેક્ષકોએ જોયો અને નાટક ખુબ વખાણ્યું. ગુજરાતી નાટકનાં શ્રી ગણેશ થયા ત્યાં જ લોકડાઉન શરુ થયું અને નવા નાટકો બનાવવાની તૈયારી અટકી પડી.

કોકોનટ થિયેટર કે જેમણે નાટ્ય જગતમાં કંઈક નોખું કરવાનું નક્કી કર્યું હતું. કોકોનટ થિયેટરની ટીમનાં મનમાં અનોખો વિચાર આવ્યો. પ્રથમ લોકડાઉનમાં ચાયવાય એન્ડ રંગમંચ સીઝન – 1 માં સમગ્ર વિશ્વના રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને સોશ્યલ મિડીયાના ફેસબુક પેજ ઉપર લાઈવ આમંત્રણ આપીને રેકોર્ડ બ્રેકીંગ 108 શેશન્સ પાર પાડ્યા અને નાટ્ય રસિકો સુધી એમના મનગમતા કલાકારોને રૂબરૂ કરાવ્યા.

શત્રુઘ્ન સિંહા,  સુભાષ ઘાઇ, પદ્મ વિભૂષણ એવોર્ડિ શબાના આઝમી, સુપ્રિયા પાઠક, પદ્મ શ્રી અને સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા રીટા ગાંગુલી,  એમ.એસ.સત્યુ, સ્વ.બંસી કૌલ, શ્રી મનોજ જોશી, નીલમ માનસિંહ, વામન કેન્દ્રે, સતિષ આલેકાર, ડોલી આહલુવાલિયા, પ્રસન્ના, સુરેશ શર્મા (ડિરેક્ટર – એનએસડી), રોહિણી હટ્ટગડી અને ઘણાંએ ઓન લાઇન સત્રો કર્યા અને થિયેટર વિદ્યાર્થીઓ, કલાપ્રેમી થિયેટર આર્ટિસ્ટ,  લેખકો, દિગ્દર્શકો, સંગીતકાર, નૃત્ય દિગ્દર્શક, રંગ ભૂષા, ડ્રેસ ટેકનીકલ ડીઝાઇનર, ટેકનિશિયન, વિવિધ થિયેટર જૂથો અને થિયેટર સાથે જોડાયેલા દરેકે દરેક માટે પ્રેરણા સ્ત્રોત બન્યા.

બીજી સીઝનમાં સમગ્ર ભારતનાં વિભિન્ન રાજ્યોનાં લોકનાટ્ય સાથે સંકળાયેલા મહાનુભાવો એમની સાંસ્કૃતિક લોકકલા સાથે બધાને મળ્યા. મુંબઈ અને અમદાવાદ જેવા શહેરમાં જ્યાં વર્ષે દહાડે ગુજરાતી નાટકોના લગભગ 300 થી 350 શો થાય છે. ત્યારે આજે દોઢ વરસથી એકપણ શો નથી થયો. સમગ્ર વિશ્વમાં જેમનો વિશાળ પ્રેક્ષક વર્ગ છે એવા ગુજરાતી નાટ્ય કલાકારો એમના પ્રેક્ષકોને મળવા અને પ્રેક્ષકો એમના વ્હાલા કલાકારોને મળવા ઉત્સુક હતા.

આવા સમયે કોકોનટ થિયેટરે ચાય વાય એન્ડ રંગમંચની સીઝન – 3 કરવાનું નક્કી કર્યું. જેનું નામ આપ્યું ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ. સીઝન 1 અને 2 ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક પચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3થ ની શરૂઆત 12 મી એપ્રિલ, 2021 થી 29 જુલાઈ સુધી  રોજ સાંજે 6 : 00 વાગ્યે કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર ગુજરાત રંગભૂમિની પ્રસિદ્ધ પ્રતિભા જેમાં ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ કલાકારો,લેખકો,દિગ્દર્શકો તથા અનેક ટેક્નિશિયનો મના માનવંતા પ્રેક્ષકો સાથે લાઈવ ચર્ચા કરે હતી. અત્યાર સુધીમાં  સ્કેમ 1992 હર્ષદ મહેતા નાં પાત્રમાં દુનિયા આખીમાં ફેમસ થયેલા શ્રી પ્રતિક ગાંધી, ગુજરાતી રંગભૂમિના ગુજ્જુભાઈ  સિદ્ધાર્થ રાંદેરિયા, સુપ્રસિદ્ધ અભિનેત્રી  રોહિણી હટ્ટંગડી જી, પ્રખ્યાત લેખક દિગ્દર્શક  વિપુલ મહેતા, દિગ્દર્શક ફિરોઝ ભગત, ફેમસ દિગ્દર્શક કલાકાર અરવિંદ વૈદ્ય, દુનિયા આખીમાં પ્રસિદ્ધ લેખિકા  કાજલ ઓઝા વૈદ્ય, 250 થી વધુ સુપરહિટ નાટકોના લેખક  પ્રવિણ સોલંકી, સુપ્રસિદ્ધ અભિનેત્રી અપરા મહેતા, લેખક કવિ  દિલીપ રાવલ મહેમાન તરીકે આવી ચુક્યા છે.

એમના અનુભવો અને રંગમંચની ઘણી જાણી અજાણી વાતો અને અનુભવનો પ્રેક્ષકોએ લ્હાવો લીધો. આગામી દિવસોમાં અભિનેત્રી  વંદના પાઠક, હાસ્યનાં બાદશાહ ટીકુ તલસાણીયા, દેવેન ભોજાણી, દર્શન જરીવાલા, શરદ વ્યાસ,  અરવિંદ વેકરીયા, ભૈરવી વૈદ્ય, દીપક ઘીવાલા, રાગીણી શાહ, રાગી જાની  જેડી મજીઠીયા, આતિશ કાપડિયા, ધીરુબેન પટેલ, પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર અને એ સિવાય ઘણાં..કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર લાઇવ આવ્યા અને બધાં થિયેટર પ્રેમીઓને તેમનાં યાદગાર અનુભવો અને વાતો તથા પ્રેરણાદાયી ટીપ્સ શેયર કર્યા. નાટકના કલાકારો અને નાટ્યપ્રેમી જનતા રોજ સાંજે 6 વાગવાની રાહ જોતા.

આ લોકડાઉન કાળમાં જ્યારે થીયેટર, નાટકો બંધ છે ત્યારે ચાયવાય એન્ડ રંગમંચ નાં માધ્યમથી કોકોનટ ગુજરાતી તખ્તાના દરેક મહેમાન અને પ્રેક્ષકોના મન સુધી પહોચ્યું છે. ચાય વાય એન્ડ રંગમંચ નાં છેલ્લા આ લાઈવ સેશનમાં કોકોનટ થિયેટર અને કોકોનટ મિડિયા બોક્સના ફાઉન્ડર શ્રી રશ્મિન મજીઠિયા સાહેબ જોડાયા. જેમણે ધીરુબેન પટેલ સાથે એમના વિષય મારુ નાટય લેખન વિશે વાતો કરી. લગભગ 27 કંપનીઓ સાથે જોડાયેલા  રશ્મિન મજીઠિયા કલા અને સાહિત્યની માવજત કરનાર, સંભાળનાર ભાવુક વ્યક્તિ છે. ગુજરાતી ભાષાની જાળવણીમાં પણ એમનું સર્વોત્તમ યોગદાન રહ્યું છે.

એમણે જણાવ્યું કે અમારું લક્ષ્ય આ 108 સેશન્સ દ્વારા વિશ્વભરના તમામ ગુજરાતી થિયેટર અને કલા પ્રેમી સુધી પહોંચવાનું હતું જે અમે સુપેરે પાર પાડ્યું. પ્રથમ અને બીજી તથા ત્રીજી સીઝન મળીને કુલ 245 લાઈવ સેશન અમે કર્યા. જેમાં દરેક કલાકારનો સાથ અને સહયોગ રહ્યો. કોકોનટ થીયેટરની લોકડાઉન ખુલતાની સાથે જ જનતાને ગમતા નાટકો એમને દેખાડવા એ યોજના છે. અને માત્ર ગુજરાતી જ નહિ હિન્દી,મરાઠી અને અંગ્રેજી નાટકોનાં નિર્માણનું કાર્ય શરુ થઇ ચુક્યું છે.

આજે લોકડાઉનમાં પણ નાટક પ્રેમી અને રંગમંચનાં કલાકારનાં મોઢે કોકોનટ થિયેટરનું નામ સાંભળી આનંદ થાય છે. અમે ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને રંગમંચને  સતત ધબકતું રાખવા નાટ્યપ્રેમી જનતાને માટે સારા નાટકો બનાવવા તત્પર છીએ. અને ગુજરાતી રંગમંચનાં દરેક રંગકર્મી માટે અમારા દરવાજા હમેશા ખુલ્લા છે અને ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન – 3 ને સફળ બનાવવા માટે રંગમંચ સાથે જોડાયેલા દરેક સભ્યનો અને પ્રેક્ષકોનો, ફેન્સનો ખુબ ખુબ આભાર. આજે ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન – 3 ને અહી પૂરી થાય છે જેને ઓન લાઇન અને ઓફ લાઇન જોઈ શકે છે. બધા જ સત્રોનો સંપૂર્ણ સંપૂટ કોકોનટ થિયેટર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, જે વિશ્વના કોઈપણ ભાગમાંથી વિના મુલ્યે જોઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.