ઐતિહાસિક દરજજો ધરાવતું ૧૦૯ વર્ષ જુનું કાશી વિશ્વનાથ મંદિર

શ્રાવણ માસમાં ૧૦૦૮ નયનરમ્ય દિવડાઓથી ‘મહાદેવ’નો શણગાર કરવામાં આવે છે

રાજકોટમાં વિવિધ શિવાલયો આવેલા છે. જેમાં શ્રાવણી પર્વે ભકિત ભાવથી ભકતજનો પૂજન-અર્ચન-આરાધના કરીને ધન્યતા અનુભવે છે. જૂના રાજકોટમાં વિવિધ પૌરાણિક મંદિરો વધુ આવેલા છે. તે પૈકી કેટલાકતો ઐતિહાસીક દરજજો ધરાવે છે. સદર વિસ્તારમાં આવેલા કાશી વિશ્ર્વનાથ મંદિર રાજકોટ વાસીઓમાં અનેરૂ શ્રધ્ધાસ્થાન છે. તેમના નામથી જ આ વિસ્તાર પણ આજે ઓળખાય છે. આ દેવાલય ૧૦૯ વર્ષ જૂનુ છે.

આ શિવાલયનો ઈતિહાસ જોઈએ તો રાજકોટમા બ્રીટીશ કોઠીની સ્થાપના ૧૮૨૨મા થઈ હતી. ખૂલ્લા મેદાનોમાં લશ્કરી છાવણીનાં મકાનો થયા આગળ જતા વેસ્ટર્નઈન્ડિયા સ્ટેઈટ્સ અજન્સીનાં પોલિટિકલ એજન્ટ અધિકારીઓ સ્ટાર તથા કોર્ટ કાર્યાલયો માટે બ્રીટીશ સરકારે રાજકોટ દરબાર પાસેથી તા.૨૫.૯.૧૮૬૩ના રોજ થયેલા કરાર મુજબ ૮૯૮૯૦ ચોરસવાર જમીન લીઝ ઉપર મેળવી અને સિવિલ સ્ટેશન હાલનું સદરની સ્થાપના થઈ. વોકળાની એક બાજુ માર્કેટ (સદરબજાર) અને રહેણાંક મકાનો બન્યા જયારે બીજી બાજુ અન્ય ખાનગી તથા સરકારી મકાનો બન્યા પોલીસ લાઈનની નજીક હીરજીભાઈ મેરાઈ નામના દરજીનાં મકાનમાં બ્રીટીશ એજન્સીનાં હિસાબી અધિકારી એ.એસ. તામ્બે નામના ધાર્મિક વૃત્તિના સજજનરહેતા હતા ઈ.સ. ૧૮૯૦ની આ વાત છે. અમે કહેવાય છે કે તામ્બેને શ્રી હનુમાનજી સ્વપ્નમાં આવ્યા. શ્રી હનુમાનજીની પ્રેરણાથી તામ્બેએ પોલિસ લાઈનની પૂર્વ દિશામાં ખોદાવતાં હનુમાનજીની મૂર્તિ મળી આવી. આજે એજ શ્રી હનુમાનજીની મૂર્તિ શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરની મીપ દેરીમાં બિરાજે છે. એજ સ્થાન ઉપર સમયાંતરે મંદિરમાં આસ્થાઓનાં પ્રતિક દેવી દેવતાઓની પ્રતિમાનું સ્થાપન થતું ગયું અને હાલમાં આ મંદિરનાં મહાદેવજી અને હનુમાનજી ઉપરાંત રાધાકૃષ્ણજી, મહાકાળી માતાજી, અંબાજીતાજી, ગાયત્રી માતાજી તથા શીતળા માતાજી બીરાજમાન છે. મંદિરમાં ધાર્મિક વિધિ કરી શકાય એવા હેતુથી એક વેદ મંડપ બનાવવામાં આવ્યો છે. જેનો ભાવિકજનોને કોઈપણ પ્રકારનાં પક્ષપાત વગર ધાર્મિક કાર્ય કરવા માટે ઉપયોગ કરવા દેવામા આવે છે. આમ ઐતિહાસીક દરજજો ધરાવતું આ શ્રી કાશી વિશ્ર્વાસ મહાદેવનું મંદિર સમગ્ર રાજકોટનાં ભાવિકજનો માટે એક ઉમદા ધાર્મિક સ્થળ બની ગયું છે. આ મંદિરે સમગ્ર વર્ષ દરમિયાન સમયાંતરે વિવિધ કાર્યક્રમો થતા રહે છે. પવિત્ર શ્રાવણમાસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર આ મંદિરમાં ૧૦૦૮ નયનરમ્ય દીવડાઓ થકી શણગારવામાં આવે છે.

કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ

કાઠીયાવાડમાં બ્રીટીશ શાસકોએ પગદંડો જમાવ્યા પહેલાની વાત છે. ગુજરાત અને સમગ્ર ભારતમાંથી શ્રધ્ધાળુઓનાં સંઘ સોમનાથ અને દ્વારકા પૂરીની યાત્રાએ આવતા એ રાજકોટ કાઠીયાવાડની મધ્યે આવેલું હોય યાત્રિક સંઘો અહી દિવસો સુધી પડાવનાખતા વહેતા ઝરણાને કાંઠે યાત્રિક સંઘો દ્વારા મહાદેવજીનું મંદિર સ્થાપન કર્યું. કાશીપૂરીનાં આ યાત્રિકોએ વિશ્ર્વ વિખ્યાત, વિશ્ર્વનાથ મહાદેવમાં અનન્ય આસ્થા ધરાવતાં હોવાથી આ મંદિરને ‘કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર નામ અપાયું.