Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»ધો.10-12ની પરીક્ષાઓ પૂરી, હવે કારકિર્દી માટે શું?
Gujarat News

ધો.10-12ની પરીક્ષાઓ પૂરી, હવે કારકિર્દી માટે શું?

By ABTAK MEDIA16/05/20234 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

પરીક્ષા પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ-વાલીઓ થોડી નવરાશની માણતા હશે ત્યાં જ  પ્રશ્ન આવે કારકિર્દીનો, તો અત્યારે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રે ઘણી બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હશે ને વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ નિરાંતનો શ્ર્વાસ લેતા હશે. થોડી નવરાશની પળો માણતા હશે. આ વિશ્રાંતિ અને આરામ થકી તન-મનને  તાજગીપૂર્ણ બનાવ્યા પછી તરત જ જે પ્રશ્ર્ન આવીને  ઉભો રહે છે એ છે કારકિર્દી.

પસંદ કરવાનો એમાં મદદ કરવા અત્યારે તો સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રે ઘણી બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે – જેવી કે અભિયોોગ્યતા , રસકસોટી , સમાયોજન કસોટી, બુદ્ધિસોટી ને પરામર્શ વગેરે ઉપલબ્ધ છે. પરંતુ જ્યાં સુધી આપણે પોતે આપણી માનસિક ભૂમિકા પર સ્પષ્ટ ન હોઈએ , ત્યાં સુધી આ બધું ખાસ મદદરૂપ થતું નથી . આપણા સમાજમાં કારકિર્દી પસંદ કરવાની બાબતમાં દેખાદેખી, અનુકરણ અને અવાસ્તવિક આકાંક્ષાઓ વધુ પ્રભાવી છે, એવું અનુભવે જાણવા મળ્યું છે. ભારતીય મનોવિજ્ઞાન અનુસાર મનની સ્થિરતા એ જ એની મજબૂતીનો પાયો છે, તે મનની સ્થિરતા , બુદ્ધિની તેજસ્વિતા એટલે કે વિચારોની સ્પષ્ટતાનો સાથ મળે તો મજબૂત કારકિર્દી રચાવાના સંજોગો પેદા થાય . તમારા જ્ઞાનની વૃદ્ધિ થાય તેમજ તમારા ભાવિ કારકિર્દી – વ્યવસાયનું આયોજન કેવી રીતે કરી શકાય તે માટે સૌ પ્રથમ તો તમારે જયહર Self un derstanding વિશે વધુ ને વધુ જાણવું જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ શોધવા પ્રયત્ન કરો.

કયા પ્રકારનું કામ અને પ્રવૃત્તિ તમને વધારે ગમે છે.

ALSO READ  ઉમરગામ : તિરૂચિરાપલ્લી થી શ્રી ગંગાનગર જતી હમસફર એકસપ્રેસ ટ્રેનમાં આગ 

કયા વિષયોમાં તમે સારા ગુણ મેળવી શકો છો ?

જેમ જેમ તમે આવા પ્રશ્નોના ઉત્તર મેળવતા જશો તેમ તેમ તમને તમારા પોતાના વિશેના ખ્યાલો સ્પષ્ટ થતા જશે . વ્યવસાય પસંદ કરતાં પહેલાં તમારે તમારી અભિયોગ્યતા , રસવૃત્તિ અને શારીરિક તેમજ માનસિક શકિતઓનો પરિચય કેળવવો પડશે. તમારે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે રસ અને શક્તિઓ એક બીજા સાથ સંકળાયેલાં છે . આપણને જેમાં રસ હોય તેવી જ પ્રવૃત્તિ આપણે કરવાના અને આવી પ્રવૃત્તિ આપણે સારી રીતે કરવાના એ નિર્વિવાદ છે, જે પ્રવૃત્તિઓ આપણે સારી રીતે કરી શકતા હોઇએ અને જેમાં આપણને સફળતા મળે અને જેનાથી આપણને સંતોષ પ્રાપ્ત થાય તેવી પ્રવૃત્તિઓ આપણને વધારે ગમવાની . આમ છતાં દરેક કારકિર્દી વ્યવસાયનું કે જે સફળતાપૂર્વક પાર પાડી શકાય એમાં અમુક કક્ષાની શક્તિ અને બુદ્ધિની અનિવાર્ય હોય છે . દા.ત. સફળ ચિત્રકાર બનવા માટે તમારે સૌંદર્યની કદર કરવાની શકિત તેમજ કળામાં ઊંડો રસ ધરાવી ખરા કળા ઉપાસકની શક્તિઓ ખીલવવી જોઇએ. તમારી શક્તિઓ કઇ કઇ છે અને તે કેવી રીતે ખીલવી શકાય તે જાણવા માટે તમારે બુદ્ધિ કસોટી કે વલણ કસોટીઓ જેવી માનસ – માપન સોટીઓ આપવી જોઇએ . આ બાબતમાં તમે પરીક્ષામાં મેળવેલા ગુણ તથા તમારા શિક્ષકનો તમારી શકિતઓ વિશેનો અભિપ્રાય પણ ગણનાપાત્ર હોઈ શકે. તમારા માતા – પિતા તમને ઘણી સારી રીતે ઓળખે છે. તે તમારી ખાસિયતો, વિશેષ શક્તિઓ અને ગમા અણગમાની બાબતો જાણે છે. કારકિર્દી આયોજનના કાર્યક્રમમાં તેમના અભિપ્રાય અને સૂચનો અગત્યનો છે. જેમ જેમ તમે કારકિર્દીના આયોજનના કાર્યમાં પ્રગતિ કરો તેમ તેમ આગળના શિક્ષણની તથા વ્યવસાયની દુનિયાની માહિતી પ્રાપ્ત કરતા જાઓ.

ALSO READ  યુવકને હનુમંત પ્લાઝા પાસે અકસ્માત નડતા સારવાર દરમિયાન કરુણ મોત

ઘણા વિદ્યાર્થિનીને કારકિર્દી પસંદગી બાબતે પૂછતાં કહ્યું કે કમ્પ્યૂટર એને ખૂબ જ પસંદ છે. મેં પૂછ્યું કે તમને ગણિતમાં તો રસ ખરો ને ? કેમ કે  કમ્પ્યૂટર એ ગણિતનું બાળક છે.  તો એ વિદ્યાર્થિનીએ સ્પષ્ટ ના પાડતાં કહ્યું કે,  ગણિત તો મને જરાય ગમતું નથી.  અહીં મુદ્દો એ છે કે કમ્પ્યૂટર ક્ષેત્રના કોઈ પણ વિભાગ – હાર્ડવેર, સોફ્ટવેર, નેટવર્કિંગ , એપ્લિકેશન કે પ્રોગ્રામિંગ જેવાં ભિન્ન ક્ષેત્રોમાં કામ કરવું હશે તો લોજિક વિના – ગાણિતિક પ્રક્રિયા સમજ્યા વિના આગળ વધી  શકાશે નહીં.

વ્યવસાય જગતનો પરિચય- કારકિર્દીની વિપુલ તકોમાં પ્રગતિની શક્યતાઓ, પ્રવેશ યોગ્યતા, પોતાની વ્યક્તિગત સંભાવનાઓ અને પસંદગીની કારકિર્દી સાથેના અનુબંધની સમજ સાથે વ્યવસાય જગતનો પરિચય કેળવવો જોઇએ.

ભાવિ કારકિર્દી – વ્યવસાયનું આયોજન કરવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે, પણ તેમાં માતા – પિતા, મિત્રો, શિક્ષકો અને સલાહકારોની મદદ લઈ શકાય છે. તમે પસંદ કરેલો માર્ગ કોઇ કારણોસર તમારે બદલવો પણ પડે. આનો અર્થ એ કે તમારે નવા પ્રકારની તાલીમ લેવી રહી અને એક પ્રકારનું કાર્યક્ષેત્ર પસંદ કર્યા પછી વખતોવખત તેમાં રહેલા કામ સાથે તમારે અનુકૂલન સાધવું પડશે. ઊંચા હોદા કે પાયરીએ પહોંચવા માટે તમારી શૈક્ષણિક લાયકાત વધારવા માટે પણ વિચારવું પડશે. અથવા એ જ કાર્યક્ષેત્રમાં બીજું કોઇ કામ પસંદ કરવું પડે. વ્યાવસાયિક જીવનમાં આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થતા રહેવાના જ. પ્રસંગોપાત્ત મદદ મેળવવા બીજા તરફ તમારે જોવું પડે પણ વ્યવસાયી જગતમાં તથા તમારા રોજિંદા જીવનમાં વધારે સારું અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા તમારે જાતે જ કરવાની છે તે ભૂલશો નહિ.

ALSO READ  ગોધરા:શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કેરલના રાજ્યપાલનું વ્યાખ્યાન યોજાયું

વ્યવસાયનું આયોજન કઈ રીતે કરવું?

  • કારકિર્દીનું આયોજન સમયસર, વાસ્તવિક, અભ્યાસ પસંદ, આગળ અભ્યાસની તકો, કારકિર્દીની તકો
  • તમે જે બનવા માગો છો અને તમે જે અભ્યાસ પસંદ કરો છો . એ એકબીજાને બંધબેસતું છે ?
  • અભ્યાસકાળ દરમિયાન વ્યવસાય જગતનો પરિચય કેળવતા રહો , જે તે ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાતોને મળો.
  • નોકરી માટે કોઈ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા આપવા માગતા હો તો તે માટેની તૈયારી આજથી જ શરૂ કરી દો. દૈનિકપત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતાં સામયિકો વગેરે વાંચવાની ટેવ કેળવો.
  • કારકિર્દીનું આયોજન કરતી વખતે ફક્ત એક જ અભ્યાસક્રમ કે એક જ વ્યવસાયનો વિચાર ન કરશો . અન્ય વૈકલ્પિક અભ્યાસક્રમ તથા વ્યવસાયો પસંદગીના ક્રમમાં વિચારી રાખો.
  • જરૂર જણાય તો કેરિયર કાઉન્સિલરની સલાહ લો.

Career EDUCATION exam featured std10 std12
Share. Facebook Twitter WhatsApp
Previous Articleકર્ણાટકની જીત કોંગ્રેસ માટે સંજીવની: ભાજપ જનાદેશનું મનોમંથન કરે
Next Article યુવા સેના ટ્રસ્ટ દ્વારા 11 દિકરીઓ માંડશે પ્રભુતા પગલા
ABTAK MEDIA
  • Website

Related Posts

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

24/09/2023

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023

Animal: રશ્મિકા મંદાના લૂક પર લોકોએ કરી ટીપ્પણી

23/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.