Abtak Media Google News

 

મહિલાઓને સ્પોર્ટસમાં આગળ આવવા વાલીઓનો ‘ટેકો’ જરૂરી: હોકી ખેલાડીઓ

 

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્રના પાટનગર સમુ રંગીલુ રાજકોટ હમેશા રાજકીય, સામાજીક, ધાર્મિક, કલા, સંસ્કૃતિ, રમત ગમત ક્ષેત્રે હરહમેશ અગ્રેસર રહ્યું છે. જો કે રમત ગમત ક્ષેત્રે ભારત સહીત વિશ્ર્વમાં ક્રિકેટનું ખુબ જ મહત્વ રહ્યું છે. ત્યારે ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે અને હવે આ રમતમાં રાજકોટના રમતવીરો એ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજકોટને ગૌરવ અપાવ્યું છે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલ અને તાજેતરમાં જ રાષ્ટ્રીય લેવલે હોકી માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મુશ્કાન કુરેશી, ઋતુ ધીંગાણી ધર્મરાજસિંહ જાડેજા, શિવરાજસિંહ જાડેજા તથા કોચ મહેશભાઇ દિવેચા હોકી અને રાજકોટ, હોકીનો વ્યાપ હોકીના રમતવીરો અને તેને તૈયાર કરવામાં પડતી મુશ્કેલીઓ, હોકીના રમતવીરો જેમાં ખાસ કરીને મહિલાને હોકી ક્ષેત્રે આગળ આવવામાં પડતી મુશ્કેલીઓ વગેરે વગેરે માહીતી વર્ણવી હતી.

કોચ મહેશભાઇએ જણાવ્યું હતું કે રાજકોટના લેડીઝ જેન્ટસ સહીત 11 રમતવીરો એ હોકી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરી અને રાજકોટનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિ કરે છે.તાજેતરમાં ઝાંસી ખાતે રમાયેલ હોકી ટુર્નામેન્ટમાં રાજકોટની મુશ્કાન કુરેશી તથા રૂતુ ધીંગાણીએ રાજકોટનું પ્રતિનિધિત્વ કરવા અંગે અને મહિલાઓ હોકીમાં વધુને વધુ રસ લેતી થવા અંગે નડતી મુશ્કેલીઓ અંગે તેઓએ ‘અબતક’ ને જણાવ્યું હતું કે આજ પણ ઘણી જગ્યાએ એવી એક માન્યતા પ્રવર્તી રહી છ કે હોકી ડેન્જર ગેઇમ છે. ઉ5રાંત વાલીઓ પણ પોતાની દિકરીઓને બહાર રમવા મોકલવા માટે થોડો સંકોચ અનુભવે છે. જેથી હોકી માટે મહિલાઓ ઓછી તૈયાર થાય છે. અને તેમાં પણ ગુજરાતમાં….

‘અબતક’ ના એક પ્રશ્ર્નનો પ્રત્યુતર આપતા રમતવીર મુશ્કાન અને ઋતુએ જણાવ્યું હતું કે આ રમત માટે વાલીઓએ વધુમાં વધુ પોતાના બાળકો અને તેમાં પણ ખાસ કરીને દીકરીઓને પ્રોત્સાહીત કરવા જોઇએ અને રમતવીરોએ પરફોરમેન્સ નબળુ જાય તો નાસી પાસ ન થતા વધુ મહેનત કરવી જોઇએ.જો કે બન્ને દીકરીઓએ હોકીની રમત માટે ફીટનેશ હોવી પણ એટલી જ જરુરી હોવાનું જણાવ્યું હતું.ફીટનેશ અંગેના એક પ્રશ્ર્નમાં તેઓએ જણાવ્યું હતું કે, ફાસ્ટ ફુડ ત્યજવું જોઇએ અને શકય એટલા વધુ ફુટ અને પ્રોટીન યુકત ખોરાક કઠોળ વગેરેનું જોર રાખવુ જરુરી છે.જો કે હોકીમાં એ અને બી આમ બે કક્ષા છે જેમાઁ ગુજરાતના ખેલાડીઓ હજુ બી કક્ષાના રમે છે પરંતુ એ માં પહોચવા ખુબ જ મહેનત જરુરી છે.ફ્રીજનું રીપેરીંગ કામ કરતા મઘ્યમ વર્ગીય પિતાની પુત્રીએ ગ્રેજયુએશન પુરુ કરી પીજીડીસીએ સુધીનો અભ્યાસ કરી આજ રાષ્ટ્ર કક્ષાએ રાજકોટનું નામ રોશન કરી રહી છે.

જયારે હોકી ખેલાડી ધર્મરાજસિંહ જાડેજા તથા શિવરાજસિંહ જાડેજાએ એક પ્રશ્ર્નનો ઉતર આપતા જણાવ્યું હતું કે ગુજરાત બહાર ના ખેલાડીઓ પ્રેકટીસમાં વધારે સમય આપી શકે છે. જયારે અહિં અભ્યાસ, પરિવાર, વ્યવહાર સાથે રહેતા રહેતા પ્રેકટીસ નો સમય ઓછો મળે છે. છતાં દરરોજ ત્રણેક કલાક પ્રેકટીસ થઇ શકે છે.તેઓએ એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતની ટીમમાં અલગ અલગ જગ્યાએ પ્રેકટીસ કેમ્પ થતાં હોય કોમ્યુનિકેશન ગેબ પણ ઘણો રહે છે જેથી બધાની પ્રેકટીસ સાથે થાય તે વધુ યોગ્ય રહી શકે અને કેમ્પની સમય મર્યાદામા પણ સારો એવો વધારો કરવાની જરુર હોવાની વાત ઉપર તેઓ વજન આપ્યું હતું.હોકી કોચ મહેશભાઇ એ ‘અબતક’ ને વધુ માહીતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટના 11 ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જાય અને ત્યાં સારુ પ્રદર્શન કરે તે આપણા માટે ગૌરવની વાત કહી શકાય. તેઓએ ક્રિકેટ અને હોકી બન્નેની વાત કરતા કહ્યું કે ક્રિકેટમાં તો બોલ આવે ત્યારે બેટ ઉપાડવાની વાત છે પરંતુ હોકીમા તો સતત દોડવાનું રહે છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે દેશમાં એક વખત હોકીનો ડંકો વાગતો અને તે રમત માટીના મેદાનમાં રમાતી હતી.ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી નો વ્યાપ વધારવા નેધરલેન્ડમાં 300 થી વધુ ટર્ક છે તેની સામે ભારતમા માત્ર 70 થી 80 છે આ બાબતે હોકી રમત અંગે વધુ પ્રકાશ પાડતા મહેશભાઇએ ‘અબતક’ ને જણાવ્યું હતું કે રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું રમત ગમત ક્ષેત્રનું ‘હબ’ છે. અને આગામી સમયમાં જો મલ્ટી નેશનલ કંપનીઓ આર્થિક સહયોગ માટે આગળ આવે તો એકેડમી ટાઇપ ખેલાડીઓ હોકી તરફ વધુને વધુ પ્રેરાશે.

ગુજરાતને હોકી ક્ષેત્રે હરણફાળ ભરવા મલ્ટી નેશનલ કંપનીઓનો સહયોગ જરૂરી: ‘કોચ’ મહેશભાઇ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.