Abtak Media Google News

ભારતમાળા યોજના અંતર્ગત રોડ-રસ્તાના નિર્માણ થકી દેશનું આંતરમાળખુ વધુ મજબૂત બનાવવા મોદી સરકારના પ્રયાસો

દેશમાં આંતરમાળખાકીય સુવિધા વધુ વિકસાવવા અનેક યોજના ઘડાઈ રહી છે. જેના ભાગરૂપે રોડ-રસ્તાના નિર્માણ માટે ભારતમાં રેકોર્ડબ્રેક કામ વર્ષ ૨૦૧૮માં શે તેમ નિષ્ણાંતોનું માનવું છે. નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ૧૧૦૦ કિ.મી. નેશનલ હાઈવેનું નિર્માણ આગામી ૧૨ માસમાં કરી દેવા આદેશ કર્યો છે. આ માટે રૂ.૧ લાખ કરોડ ખર્ચાશે.

દેશના સૌથી વિશાળ મની મેનેજર આઈઆઈએફએલ વેલ્ મેનેજમેન્ટ લીમીટેડે જણાવ્યું છે કે, આ નાણાંકીય વર્ષમાં ભારત દેશ રોડ-રસ્તાના નિર્માણમાં અદ્વિતીય પ્રસિધ્ધી હાંસલ કરશે. મુંબઈ સ્તિ આઈઆઈએફએલ વેલ્ મેનેજમેન્ટ લી.ના આલોક દેવડાએ કહ્યું કે, એક વર્ષ પહેલા ૬૦૦ અરબ રૂપિયાની ૧૨ મહિનાઓમાં એનએચએઆઈના આદેશને પૂર્ણ કર્યો હતો.

અલોક દેવડાએ વધુમાં જણાવતા કહ્યું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આદેશને આગલા નાણાકીય વર્ષમાં પણ ધ્યાનમાં લેવાશે અને ટેન્ડર પાઈપ લાઈન દ્વારા કામ કરાશે.

દેશમાં સડક નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાળા યોજના શરૂ કરાઈ છે.

આ યોજના અંતર્ગત નિર્ધારીત લક્ષ્ય પૂર્ણ કરવા એનએચએઆઈ દ્વારા કવાયત હાથ ધરાઈ છે.

ભારતમાળા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં ૮૩,૬૬૭૭ કિલોમીટર રોડ-રસ્તાના બાંધકામ માટે ૧૦૬ અરબ ડોલર ફાળવાશે જે દ્વારા ર્અતંત્ર અને રોજગારીને પણ બુસ્ટર ડોઝ મળશે. અલોક દેવડાએ કહ્યું કે, ગયા વર્ષે ૭૦૦૦ કિ.મી. રોડ-રસ્તાનું નિર્માણ ૬૦% કાર્ય પૂર્ણ ઈ ગયું હતું. આ પ્રોજેકટમાં સદ્ભાવ એન્જીનીયરીંગ લી., અશોક બીલ્ડકોન લી અને મેપ ઈન્ફાસ્ટ્રકચર વિલોપર્સ લી. સામેલ થઈ છે. દેશના આંતરમાળખાને મજબૂત બનાવવાના મોદી સરકારના લક્ષ્યાંકને હકારાત્મક વેગ મળ્યો છે.

જેનો સીધો લાભ મોદી સરકારને વર્ષ ૨૦૧૯માં મળે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.