Abtak Media Google News

લાઉડ સ્પીકરની છૂટ બીજાના ભોગે ન હોઈ શકે !!!

ધાર્મિક કટ્ટરવાદ બીજાને હેરાન કરવા માટે ક્યારેય ચલાવી નહી લેવાય : યોગી

કહેવાય છે કે લોકોની આસ્થા અને શ્રદ્ધા પોતાના પૂરતી જ સીમિત હોવી જોઈએ નહીં કે અન્ય માટે હેરાનગતિ સમાન. ત્યારે આ વાતને ધ્યાને લઇને ઉત્તર પ્રદેશ માં 11 હજારથી પણ વધુ લાઉડ સ્પીકરો ને ઉતારી લેવામાં આવ્યા છે. ઉદે તંત્રએ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે, સાઉથ પિક્ચર ની છૂટ અન્ય ના ભોગે ન હોઈ શકે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એમ પણ જણાવ્યું હતું કે જેટલા ધાર્મિક સ્થળો છે જ્યાં લાઉડ સ્પીકર લગાવવામાં આવેલા હોય તેમને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે અને લાઉડ સ્પીકરની છૂટ માત્રને માત્ર એક સ્થળ પૂરતું જ સીમિત હોવું જોઇએ અને તેનો અવાજ અન્ય કોઈને પણ ન નડવો જોઈએ.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે એ વાતની પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ધાર્મિક કટ્ટરવાદને લોકોને હેરાન કરવા માટે ક્યારે ન ચલાવી લેવાય અને જોઆમ થશે એ લોકોને બક્ષવામાં પણ નહીં આવે. એટલું જ નહીં યુપીના મુખ્યમંત્રી એ એમ પણ જણાવ્યું હતું કે યુપીએ સરકાર દરેક ધાર્મિક લાગણીને માન આપી રહ્યું છે અને કોઈ અન્ય વ્યક્તિ તેનાથી નહી હેરાન થાય તે વાત ઉપર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ નક્કી કરવા માટે  માપદંડો જાહેર કર્યા છે. તેઓએ તેમના અધિકારીઓને નિર્દેશ પણ આપ્યા છે કે, નવા ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર નહીં લગાવવા. આ ઉપરાંત ધર્મગુરૂઓ સાથે વાતચીત કરીને પરસ્પર સહમતિથી લાઉડસ્પીકર ઉતારવા અને અવાજ ઓછો કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ત્યારબાદ એક્શનમાં આવેલી પોલીસે આ અભિયાન ચલાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.