Abtak Media Google News

કાગળ ઉપરના વિરાટ ‘વામણા’  સાબિત થયા!!!

ચેન્નાઈએ બેંગ્લોરને છ વિકેટે હરાવી પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચ્યું

શારજાહ ખાતે ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે આઈપીએલનો રોમાંચક મેચ જોવા મળ્યો હતો જેમાં ચેન્નાઈએ ટોસ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી બેંગલોરની ટીમે શરૂઆત ખૂબ જ સારી કરી હતી જેમાં સુકાની કોહલી 53 રન અને પડીકલે 70 રન નોંધાવ્યા હતા.

બેંગ્લોર ની પ્રથમ વિકેટે 111 રને પડી હતી છતાં પણ ટીમ માત્ર 156 રન જ બનાવી શકી હતી. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમે છ વિકેટે જીત મેળવી હતી અને પોઇન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું મેળવ્યું હતું. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ તરફથી ગાયકવાડ અને ડુપ્લેસીએ 71 રનની ભાગીદારી નોંધાવી હતી.

ચેન્નાઈ તરફથી બોલીંગમાં દિપકે 1 , સાર્દુલે  2 અને બ્રાવોએ ત્રણ વિકેટ ઝડપી હતી. તો સામે બેંગ્લોર તરફથી હર્ષલ પટેલ બે વિકેટ, ચહલે 1 વિકેટ અને મેકશવેલે 1 વિકેટ ઝડપી હતી. બેંગ્લોરના રોયલ ખેલાડીઓ કાગળ પરના ખેલાડી તારીખે જોવા મળ્યા હતા મજબૂત બેટિંગ લાઇન અપ હોવા છતાં ટીમ 156 રન જ બનાવી. બેંગ્લોરની મજબૂત શરૂઆત બાદ તે ચિત્ર સામે આવ્યું હતું કે બેંગલોરની ટીમ 200 રન થી પણ વધારે નો સ્કોર ચેન્નઇ ને આપશે પરંતુ તમામ માંધાતાઓ વામણાં સાબિત થયા હતા.

ફાઇનાન્સમાં એમબીએની ડિગ્રી મેળવનાર વેંકટેશ ઐયર કોલકત્તા માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થશે

આઇપીએલ  નવોદિત ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ રહ્યું છે આઈપીએલમાં જે યુવા ખેલાડીઓ આવી રહ્યા છે તેમની કૌશલ્યતા અને તેમની કુનેહ અન્ય સિનિયર ખેલાડીઓને ખૂબ જ આકર્ષિત કરી રહ્યું છે આઇપીએલ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે જેમાં એવા સાબિત થાય છે કે આ યુવા ખેલાડીઓ આગામી સમયમાં ભારતીય ટીમનું નામ રોશન કરશે અને તેમને ટી20 માટે યોગ્યતા અપાવશે. કલકત્તાનો વેંકટેશ ટીમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યો છે.

વેંકટેશ ફાઇનાન્સમાં એમ.બી.એ.ની ડિગ્રી મેળવી છે અને તેને ક્રિકેટમાં રુચિ હોવાના કારણે આ રમત ને પસંદ કરી છે વેંકટેશના પરિવારમાં ડોક્ટર એન્જિનિયર અને શિક્ષકોનો સમાવેશ થાય છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આ પ્રકારના ખેલાડીઓનું યોગ્ય જતન કરી ભારતીય ટીમ માટે ઉપયોગી સાબિત થાય તે દિશામાં આગળ પગલું ભરવું જોઈએ જેથી ભારતીય ટીમનું ભાવિ ઉજ્જવળ થઈ શકે. હાલની સિઝનમાં માંધાતાઓ જણાતા ખેલાડીઓ કરતા જે ટીમમાં યુવા ખેલાડીઓ આવી રહ્યા છે તે ટીમને જીત તરફ દોરી જવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.