Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ સહીત રાજયભરમાં બિલાડીના ટોપની જેમ હાઇ-વે અને રાજયધોરી માર્ગ પર ગેરકાયદેસર બાયોડિઝલના હાટડા ધમધમી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ અને રાજયના પોલીસ વડાનલી સુચનાથી બાયો ડિઝલના ધંધાર્થીઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં વાંકાનેરના ખેરવા ગામેથી ૧૧,૧૦૦ લીટર જવલતશીલ પ્રવાહી મળી આવતા બે શખ્સોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી ટ્રક અને બોલેરો મળી ૧૦.૫૦ લાખની મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ક્રાંમ બ્રાંચને મળેલી ચોકકસ બાતમીના આધારે વાંકાનેરના ખેરવા ગામે બાપા સીતારામની મઢુલી પાસે બોલેરો પીકઅપ અને ટ્રકમાં ગેરકાયદેસર આધાર પુરાવા વગરનું જવલતશીલ પ્રવાહી મળી આવ્યું હતું.

પોલીસે નાનામવા પાસે વ્રજ કોમ્પલેકસમાં રહેતા પ્રફુલ અરજણ ચોવટીયા (ઉ.વ.૪૦) અને યુસુફ કાળુભાઇ મીયાણા (ઉ.વ.૪પ) ની ધરપકડ કરી બોલેરો પીકઅપમાંથી ફયુલ પ્રવાહી ૪૦૦ લીટર ભરેલ બેરલ અને ટ્રક તેમજ ર૦૦ લીટર ભરેલ બેરલ અને નજીકમાં બેલાના પથ્થર પર રાખેલ મોટા ટાંકામાંથી ૧૦,૫૦૦ લીટર જવલતશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો.

ક્રાઇમ બ્રાંચે આધાર પુરાવા વગરનો ૧૧,૧૦૦ લીટર જવલતશીલ પ્રવાહી ટ્રક, બોલેરો ટાંકો અને બેરલ મળી કુલ ૧૯.૫૦ લાખનો મુદામાલ કબ્જે કરી જવલતશીલ પ્રવાહીના નમુના મેળવી તપાસે અર્થે એફ.એચ.એલ. માં મોકલી આપવામાં આવ્યા છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે.ગઢવી, પીએસઆઇ એમ.વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ પુષ્પરાજસિંહ તેમજ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહીતના સ્ટાફે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.