- ડિપોર્ટેડ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ પંજાબ અને હરિયાણાના લોકોનો સમાવેશ: ગુજરાતના 8 લોકોની ઘર વાપસી
અમેરિકા થી દેશનિકાલ કરાયેલા લગભગ 104 ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન 5 ફેબ્રુઆરીએ શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું. ત્યારે અમેરિકાના ડિપોર્ટેડ ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બે વધુ ફ્લાઇટ્સ આવતી કાલે અમૃતસર પહોંચશે, આમાંથી પહેલી ફ્લાઇટ ૧૧૯ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવવાની અપેક્ષા છે.
અમેરિકી લશ્કરી C-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા 104 ડિપોર્ટીઓને પાછા લાવવામાં આવ્યાના 10 દિવસ પછી, આગામી ઉડાનોને કારણે, મુખ્યમંત્રી ભગવંત માનએ પવિત્ર શહેર અમૃતસરને “દેશનિકાલ કેન્દ્ર” માં ફેરવીને “પંજાબ અને પંજાબીઓને બદનામ” કરવાનો પ્રયાસ કરવા બદલ કેન્દ્રની ટીકા કરી હતી.
ત્યારે આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે બીજી ડિપોર્ટેશન ફ્લાઇટમાં 119 મુસાફરોમાંથી 67 પંજાબના, જ્યારે હરિયાણા 33 મુસાફરો સાથે બીજા ક્રમના સૌથી મોટા જૂથમાં હતું. બાકીના ડિપોર્ટેશન ગુજરાત (8), યુપી (3), ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન (2-2), અને હિમાચલ અને જમ્મુ-કાશ્મીર (1-1) ના છે.
અમેરિકાથી વધુ 50 ગુજરાતીઓ ભારત આવવાની રાહે!!!
ગયા અઠવાડિયે ગુજરાતના ૩૩ સહિત ૧૦૪ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા બાદ, આઠ ગુજરાતીઓ સહિત વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બીજી ફ્લાઇટ શનિવારે પંજાબ પહોંચવાની છે. ગયા અઠવાડિયે ગુજરાત પહોંચેલા ડિપોર્ટિઝના પહેલા જૂથના સંબંધીઓના જણાવ્યા અનુસાર, યુએસ ડિટેન્શન સુવિધામાં આશરે ૫૦ ગુજરાતીઓ સહિત વધુ અટકાયતીઓ હોવાથી દેશનિકાલ ચાલુ રહેવાની ધારણા છે. ત્યારે આ અંગે સમગ્ર ઘટનાથી વાકેફ એક સૂત્રના જણાવ્યા અનુસાર, “ફેબ્રુઆરીની શરૂઆતમાં જ્યારે C-17 ગ્લોબમાસ્ટર અમેરિકાથી ભારત આવ્યું ત્યારે તેમાં ફક્ત 12 સુરક્ષા કર્મચારીઓ અને 104 ડિપોર્ટીઝ જ સમાવી શક્યા હતા. હવે, ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવેલા બાકીના લોકોને, જેમાં ઓછામાં ઓછા 50 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, જેને આગામી દિવસોમાં ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે,”