Abtak Media Google News

શૈક્ષણિક સત્ર શરૂ થયાના દિવસો વિત્યા છતા હજુ સુધી પુસ્તકોનો સ્ટોક પહોંચ્યો નથી : શિક્ષકો પણ મુંજવણમાં મુકાયા

3 જૂનથી હાઇસ્કૂલના નવા સત્રનો પ્રારંભ થઇ ગયો હોવા છતા 12 સાયન્સનાં પાઠ્ય પુસ્તકોથી વિદ્યાર્થીઓ વંચિત, આ વખતે કોરોનાની મહામારીને કારણે આવેલા લોકડાઉનને કારણે શિક્ષણકાર્ય ખોરંભે પડયું હતું. જેના કારણે અનેક વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના માસ પ્રમોશન કરી આગળના વર્ગમાં મોકલી દેવામાં આવ્યા છે, જેથી પરિસ્થિતિએ પ્રકારે ઉદભવી છે કે, હોશિયાર વિદ્યાર્થીઓની સાથે સાથે અભ્યાસક્રમમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ પણ માસ પ્રમોશનમાં આગળના વર્ગમાં આગળ વધી રહ્યા છે.

જોકે આ બન્ને વચ્ચે તફાવત કરવા માટે ઓનલાઇન પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેર જિલ્લામાં  માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કૂલના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને દર વર્ષે મફત પુસ્તકો અપાય છે. દર વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલાં પુસ્તકો આવી જાય છે અને સત્રના પ્રારંભે જ વિદ્યાર્થીઓને મળી જતા હોય છે પરંતુ ચાલુ વર્ષે સત્ર શરૂ થયાના 45 દિવસ વિતી ગયા છતાં હજુ વિદ્યાર્થી પુસ્તકોથી વંચિત રહ્યા છે.જ્યારે આ બાબતે સરકાર શિક્ષણની બાબતે મોટા મોટા ફણગા ફૂંકી રહી હોઈ તેવું લાગી રહ્યું છે.

જેતપુરની કમરીબાઇ હાઇસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય મનસુખભાઇ માલવીયાએ જણાવ્યું હતું કે જેતપુરમાં આવેલ કમરીબાઈ હાઈસ્કૂલમાં  12 સાયન્સના પાઠ્ય પુસ્તકનો હજુ સ્ટોક આવ્યો નથી. પુસ્તકો વગર ઓનલાઈન અભ્યાસ શક્ય નથી, કેમકે બાળકોને કોન્સેપ્ટ સમજાવવા માટે સામે પુસ્તક જરૂરી હોય છે.

જો કે હજુ સુધી પુસ્તકો અમને મળ્યા નથી.વિદ્યાર્થી ભાયાણી મનોજ અનિલભાઇએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે તે વિદ્યાર્થીઓના આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય જેના કારણે પાઠ્યપુસ્તક ખરીદી નથી શકતા તેમજ ગયા વર્ષે કોરોના મહામારીના કારણે શૈક્ષણિક સત્ર બંધ હોવાથી ધોરણ 11માં પણ પાઠ્ય પુસ્તકો મળ્યાં ન હતા આ વિદ્યાર્થીઓએ જેમ તેમ કરીને સત્ર પૂરું કર્યું હતું તમે આ વર્ષે પણ હજુ સુધી પાઠ્યપુસ્તકો નથી મળ્યા. જેને કારણે તેમના ભવિષ્ય ઉપર ખૂબજ ગંભીર અસર થવાની શક્યતા રહેવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.