Abtak Media Google News

માટી-પથ્થર ભરેલા ટ્રકોની ચેકીંગમાં રાજુલા પ્રાંત અધિકારી આકરા પાણીએ

 

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ખાનગી કંપની દ્વારા કામગીરી કરાય રહી છે જેમાં કેટલાક સમયથી ટ્રકો મારફતે માટીની હેરાફેરી શરૂ થવાના કારણે મોટાભાગે ટ્રકો ઓવરલોડ ભરીને હેરાફેરી કરી કરી રહ્યા છે આર.ટી.ઓ ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી નહિ કરવાના કારણે પ્રાંત અધિકારી કુલદીપ સિંહ વાળા દ્વારા   એક ટ્રકને રોકાવી તપાસ કરાવતા ઓવરલોડ ભરેલો ટ્રક હોવાને કારણે તંત્ર દ્વારા સિઝ કર્યો છે અને ટ્રકને રાજુલા પ્રાંત કચેરી ખાતે રાખવામાં આવ્યો છે ખાણ ખનીજ વિભાગને કાર્યવાહી કરવા માટે રિપોટ કર્યો છે બીજી તરફ જાફરાબાદની ભાકોદર ગામની સ્વાન એનર્જી ખાનગી કંપનીમાં બે ફામ ઓવરલોડ ટ્રકો પથરોના ભરી ભરી હેરફરી કરાય રહી છે તેમજ અલ્ટ્રા ટેક કુ. ના પથ્થરો પણ મહુવા સાઈટ પરથી પથ્થરો ની ઓવર લોર્ડ ભરી ને ટ્રકો મારફત હેરફેર કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કોઈ અધિકારી દ્વારા ચકાસણી કરવા માટેની હિંમત પણ કરાય નથી

ખાનગી કંપની ઉપર રાજકીય નેતાની મીઠી નજર?

જાફરાબાદની ખાનગી કંપની તેમજ અલ્ટ્રા ટેક કુ. માં જતા મહાકાય પથરો દિવસ રાત 24 કલાક ધમધમી રહ્યા છે અને હેરાફેરી કરાય રહી છે અને આમાં લીઝ ચોરી ની પણ પૂરી શક્યતા છે.જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કંપની ઉપર રાજકીય આશીર્વાદ હોવાને કારણે કોઈ વિભાગના અધિકારી હિંમત કરી ચેકીંગ પણ કરી શકતા ન હોવાનો સરકારી કચેરીમાં ગણગણાટ શરૂ થયો છે.તો આવી રીતે બેફામ ખનીજ ચોરી અને ઓવાર લોર્ડિંગ કોઈ પણ જાતની રોક ટોક વગર શરૂ જ રહેશે ? કે પછી કોઈ કાર્ય વાહી થશે ? તેવો લોકો માંથી સવાલ ઊભો થયેલ છે.

પથરો ના ટ્રકો બંધ થયા પછી આર.ટી.ઓ ટીમ આવી ચેકીંગ કરવા માટે

અમરેલી આર.ટી.ઓ. વિભાગની ટીમ વહેલી સવારે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં પ્રવેશે તે પહેલાં મહાકાય પથરોના ટ્રક ચાલકોને સમાચાર પહોચી જવાના કારણે આજે દિવસ ભર ટ્રકો બંધ કરી દેવાયા હતા અને આરટીઓ વિભાગ દ્વારા હાઇવે ચારનાળા આસપાસ આંટાફેરા કરી સામાન્ય ટ્રક ચાલકોને ઓવરલોડના મેમાં આપ્યા છે.

છજ્ઞિં ટીમ જતા રહેતા મોડી સાંજે ફરી પથરો શરૂ થયા

અમરેલી આરટીઓ ટિમ વહેલી સવારથી રાજુલા વિસ્તારમાં આંટાફેરા મારી રવાના થયા બાદ પથ્થરો ઓવરલોડ વાહનો ફરી ધમધમવા લાગ્યા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીં આરટીઓના કેટલાક અધિકારીઓ જ ટ્રક ચાલકો સુધી મેસેજ પોંહચાડે છે જયારે અમરેલીથી રવાના થયા બાદ ટ્રકો બંધ કરી દેવાય છે અને આરટીઓ સાવરકુંડલા પોંહચીયા બાદ ફરી પથ્થરો શરૂ થાય છે આ રીતે ઓવરલોડ વાહનો નું મોટું નેટર્વક ચાલી રહ્યું છે જિલ્લા કક્ષાથી મીઠી નજર હેઠળ કૌભાંડ ચાલી રહ્યું હોવાની માહિતી મળી રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.