Abtak Media Google News
500 રિસર્ચ વિધાર્થીઓ પૈકી 40 વિધાર્થીઓએ નોંધણી કરાવી જે ડિફેન્સ લેબોરેટરી સાથે કામ કરશે

અબતક, નવીદિલ્હી

ભારત સરક્ષણ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે ત્યારે આગામી 10મી માર્ચથી ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તૈયારીઓને આખરી ઓપ ઓપ આપવામાં આવી રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે દેશને ઉચ્ચ શિખર ઉપર પહોંચાડવા માટે ડીઆરડીઓ દ્વારા બારસો કરોડ રૂપિયાનું ભંડોળ રિસર્ચ પેટે પાડવામાં આવ્યું છે જે અંગે ડીઆરડીઓના ચેરમેન ડો સતીશ રેડ્ડી દ્વારા માહિતી આપવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર ભારતમાં ડીઆરડીઓ 300 જેટલી શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલું છે અને પોતાના રિસર્ચ પ્રોગ્રામ હાથ ધરી રહ્યું છે અને તેમાં 1200થી  વધારે સ્કોલર પણ અભ્યાસ કરી રહ્યા છે. આ તકે ડીઆરડીઓ દ્વારા જે રકમની ફાળવણી કરવામાં આવી છે તેનાથી અનેક વિધ નવા રિસર્ચ વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવશે અને વિદ્યાર્થીઓને રોજગારીની તકો પણ પૂરી કરાશે.

ડીઆરડીઓના ચેરમેન જી સતીશ રેડીએ કર્ણાવતી યુનિવર્સિટી સાથે સંપર્ક કરતા તેઓને આ અંગે માહિતી પૂરી પાડી હતી અને ડીઆરડીઓ ની સાથે એમઓયુ કરવા માટેની વાત પણ કરી હતી. એટલુંજ નહીં રિસર્ચ કાર્યોમાં 500 જેટલા વિદ્યાર્થીઓને સમાવેશ કરવાનો નિર્ણય લીધેલો છે તેમાંથી હાલ 40 જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે અને તેઓ હવે સાયન્સ લેબોરેટરી સાથે કાર્ય પણ કરશે. ડીઆરડીઓ દ્વારા સ્કિલ ડેવલોપ કરવા માટેના અનેકવિધ પ્રોગ્રામ અને કોર્ષ શરૂ કર્યા છે એટલુંજ નહીં ડિફેન્સ ટેકનોલોજીમાં એમટેક કોર્સની પણ શરૂઆત કરવામાં આવી છે.બીજી તરફ તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના અંત સુધીમાં 40 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ પીજી કોર્સ કે જે ડિફેન્સ ક્ષેત્ર માટે વિદ્યાર્થીઓને ઉપયોગી હોય તેવા કોર્સની શરૂઆત થશે.

ડીઆરડીઓના ચેરમેને માહિતી આપતા કહ્યું હતું કે હાલ ભારતનું યુવાધન સંરક્ષણ ક્ષેત્રમાં આવી રહ્યું છે અને તેઓ અનેકવિધ નવી ચીજ વસ્તુઓ માં કાર્ય પણ કરી રહ્યું છે. દેશના અનેક વિધ વિદ્યાર્થીઓ વિવિધ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓમાં જોડાઈ અનેકવિધ નવા સ્ટાર્ટઅપ પણ શરૂ કરી રહ્યા છે અને રિસર્ચ અને ડેવલપમેન્ટ માં પણ પોતાનો પગદંડો જમાવી રહ્યા છે આ તકે જો તેઓને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે તો તેનો ફાયદો ખરા અર્થમાં ભારતના યુવાધન ને મળી રહેશે અને તેની સફળતા ભારતને  પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.