Abtak Media Google News

અગાઉ દાતાઓનું ન સ્વીકારેલું દાન અંતે મંજૂર કરાયું: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર સિન્ડીકેટની બેઠકમાં પત્રકારોને પણ સમાવાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ પ્રથમ વખત સિન્ડીકેટની બેઠકમાં પત્રકારોને સમાવવામાં આવ્યા છે. જે એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય. મંગળવારે મળેલી સિન્ડીકેટની બેઠક કુલપતિ ડો.ગીરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં નવ સિન્ડીકેટ સભ્યો જોડાયા હતા. કેમ કે સેનેટની ચુંટણી ન થતાં છ સિન્ડીકેટ સભ્યોની હકાલપટ્ટી થઇ છે. જેથી ગઇકાલની સિન્ડીકેટ નવ સિન્ડીકેટ સભ્યો જ હાજર રહ્યા હતા અને અનેક મુદ્ાઓ ઉપર ચર્ચા-વિચારણાં થઇ હતી.

ઉલ્લેખનીય છે કે આઉટ સોર્સિંગમાં રહેલા નોનટીચીંગના 375 કર્મીઓમાંથી 10 ટકાની છટણી કરાઇ એટલે કે 37 કર્મીઓને છૂટ્ા કરતા 338 કર્મીઓ વધ્યા જો કે રાજ્ય સરકારે 209 કર્મીઓની જ જગ્યા મંજૂર કરી હોવાથી હજુ 129 કર્મીઓને નોકરીમાંથી છૂટ્ટા કરવા પડશે. કરારી કર્મીઓ છૂટ્ટા કરવા મામલે અને બિનશૈક્ષણિક કાયમી કર્મીઓને ઓવર ટાઇમના દર મંજૂરી માટે કમિટી બની હતી. આ કમિટી આગામી દિવસોમાં દર વધારવા અંગેનો નિર્ણય કરશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગમાં જુનિયર સુપ્રીટેન્ડ તરીકે ફરજ બજાવતા હિતેશ આરદેશણાનો ફોટો દારૂની બોટલ સાથે વાઇરલ થયો હતો. તેઓને ફરજ મુક્તિ માટે માંગ કરવામાં આવી હતી અને હવે તેઓ પાસેથી સ્વૈચ્છીક નિવૃત્તિ અંગે સિન્ડીકેટમાં રૂબરૂ બોલાવશે.

આ ઉપરાંત હોમિયોપેથી કાંડમાં અન્ય રાજ્યની યુનિવર્સિટીની બોગસ માર્ક્સશિટના આધારે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના પ્રોવીઝનલ એલીઝીબીલીટી સર્ટિ.માં કુલસચિવ વતી સહિ કરતા વિભાગીય અધિકારી માધવીબેન કડવાતરને આરોપી ઠેરવતા જામીન માટે રૂ.1.20 લાખ ચૂકવવા પડ્યા જે સહાય હવે યુનિવર્સિટી આપશે તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું.

આ ઉપરાંત પૂર્વ કુલપતિ, ઉપ કુલપતિએ સિન્ડીકેટ ન બોલાવી, ન સ્વીકારેલું દાન મંગળવારે મળેલી સિન્ડીકેટની બેઠકમાં સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.