Abtak Media Google News

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઇ ગઇ છે. આમ અમદાવાદ , વડોદરા, સુરત  અને રાજકોટમાં પોઝિટિવ નોંધાયા છે.

નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.