રાજ્યમાં બદલી-બઢતીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ 13 IAS અધિકારીઓને બદલી-બઢતીના આદેશ અપાયા છે. IAS અશ્વની કુમાર, સરકાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવની બદલી કરવામાં આવી છે તેમજ કે.કે. નિરાલા, IASની બદલી થતાં, IAS આરતી કંવર, સરકારના સચિવ, નાણાં વિભાગ (આર્થિક બાબતો) આગામી આદેશ સુધી સરકારના નાણાં વિભાગ (ખર્ચ)ના સચિવ પદનો વધારાનો હવાલો સંભાળશે.
ગુજરાત સરકારે આજે 17 જૂન 2025 ના રોજ, રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા 13 જેટલા ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી અને વધારાના હવાલા સોંપવાનો આદેશ જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અધિસૂચના મુંજબ, અનેક વરિષ્ઠ અધિકારીઓને નવા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કેટલાક જિલ્લાઓને નવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) મળ્યા છે.
મુખ્ય બદલીઓ અને નિમણૂકો:
અશ્વિનીકુમાર (IAS, 1997): શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના મુખ્ય સચિવ પદેથી તેમની બદલી કરીને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ લેજિસ્લેટિવ અને પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો વધારાનો હવાલો પપાવત રાખશે. અગાઉ આ પદ પર એમ. થેન્નારસન હતા.
એમ. થેન્નારસન (IAS, 2000): રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ પદેથી બદલી કરીને તેમને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિમવામાં આવ્યા છે.
પ્રભવ જોશી (IAS, 2014): રાજકોટ કલેક્ટર પદેવી તેમની બદલી કરીને ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. ઓમપ્રકાશ (IAS, 2016): જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પદેથી બદલી કરીને તેમને રાજકોટના નવા કલેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે.
અન્ય મહત્વની બદલીઓ
રમેશચંદ મીણા (IAS, 1997), ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના મુખ્ય સચિવ રમેશચંદ મીણાને પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે, જે અશ્વિનીકુમાર પાસેથી મુક્ત કરાયો છે.
મિલિન્દ શિવરામ તોરવણે (IAS, 2000): ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર પદેથી તેમને પંચાયત ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ ગ્રામીણ વિકાસ કમિશનર અને ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય સચિવનો વધારાનો હવાલો પણ સંભાળશે ઉપરાંત, GSPC ના MD તરીકેનો વધારાનો હવાલો પણ તેમની પાસે પથાવત રહેશે.
આર્તિ કંવર (IAS, 2001). નાણા વિભાગ (આર્થિક બાબતો) ના સચિવ આર્તિ કંવરને નાણાં વિભાગ (ખેંચ) નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
જેનુ દેવન (IAS, 2006): સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન, ગાંધીનગર, જેનુ દેવનને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL). વડોદરાના મેનેજિંગ ડિરેક્ટરની વધારાનો હવાલો સોંપાયો છે.
તેજસ દિલીપભાઈ પરમાર (IAS, 2016): MGVCL વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર પદેથી તેમની બદલી કરીને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે.
આશિષ કુમાર (IAS, 2014): પંચમહાલ-ગોધરાના કલેક્ટર આશિષ કુમારને આદિજાતિ વિકાસ નિયામક, ગાંધીનગર તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ ડેવલપમેન્ટ સપોર્ટ
એજન્સી ઓફ ગુજરાત (D-SAG) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો હવાલો પણ સંભાળશે.સુથાર રાજ રમેશચંદ્ર (IAS, 2019): ડાંગ-આહવાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) પદેથી તેમની બદલી કરીને નર્મદા-રાજપીપળાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુક કરવામાં આવી છે.
અંકિત પન્નુ (IAS, 2018); નર્મદા-રાજપીપળાના જિલ્લા વિકાસ અધિકારી પદેથી બદલી કરીને તેમને જામનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે.
પાટીલ આનંદ અશોક (IAS, 2021): ટ્રાઇબલ એરિયા સબ પ્લાન, ડાંગ-આહવાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પાટીલ આનંદ અશોકને ડાંગ-આહવાના જિલ્લા વિકાસ અધિકારીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ વહીવટી ફેરબદલ રાજ્યના વિવિધ વિભાગો અને જિલ્લાઓમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને વિકાસ કાર્યોને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે.