Abtak Media Google News

ચીન પર નિર્ભરતા ઘટાડવા અને  સપ્લાય ચેઇનને મજબૂત કરવા ઇન્ડો-પેસિફિક દેશો સજ્જ

ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ના કરાર સાથે સંબંધિત એક વિશેષ અહેવાલ  એક મીડિયા પ્લેટફઓર્મ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે.આ રિપોર્ટ અનુસાર, આ કરારનો હેતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે સપ્લાય ચેઈન બનાવવા અને ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવાનો છે.આઇપીઇએફમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત સહિત 14 ભાગીદાર દેશો છે. કરારમાં માહિતીની વહેંચણી અને કટોકટીના સમયે સાથે મળીને કામ કરવાનો પણ સમાવેશ થાય છે.

જાણકારી પ્રમાણે ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને મલેશિયા સહિત 14 દેશોએ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક પાર્ટનરશિપની રચના કરી છે. આ 14 દેશોએ શનિવારે  અંતર્ગત સપ્લાય ચેઇન કરારમાં મહત્વપૂર્ણ નિષ્કર્ષ પર પહોંચવાની જાહેરાત કરી છે.

આઇપીઇએફ પહેલને મુખ્ય એશિયન દેશો સાથે યુએસ સરકારના જોડાણ તરીકે જોવામાં આવે છે. જેમાંથી કેટલાક ભૂતકાળમાં ચીન સાથે ગાઢ સંબંધો ધરાવતા હતા, પરંતુ હવે તેઓ અલગ થઈ ગયા છે.આ કરારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આઇપીઇએફ દેશો કાચા માલની અછત જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એકબીજાને સહકાર આપવાનો છે. જેથી કોવિડ અને બિનજરૂરી વેપાર પ્રતિબંધ જેવી પરિસ્થિતિમાં ન્યૂનતમ નુકસાન થાય.

વધુમાં, આઇપીઇએફ દેશો તેમની વચ્ચે બાંધવામાં આવેલા ઇમરજન્સી કમ્યુનિકેશન નેટવર્ક દ્વારા સેમિકન્ડક્ટર સપ્લાય અથવા શિપિંગ લાઇનમાં સમસ્યાઓનો સામનો કરવા માટે એકસાથે આવી શકે છે. આ સહીત આ દેશો વચ્ચે ક્રાઈસિસ રિસ્પોન્સ નેટવર્કની સ્થાપના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સપ્લાયર્સ અને કુશળ માનવબળને શોધવા માટે એક મિકેનિઝમ બનાવવામાં આવી રહી છે. આ સાથે રોકાણ વધારવામાં દેશોને પણ મદદ કરવામાં આવશે.

અમેરિકા અને ભારત સિવાય આઇપીઇએફ સભ્યોમાં ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, ફિજી, ઈન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ સામેલ છે. એક નિવેદનમાં, આઇપીઇએફ સભ્યોએ જણાવ્યું હતું કે સપ્લાય ચેઇન્સ પરના સોદાનો હેતુ સહયોગી પ્રવૃત્તિઓ અને વ્યક્તિગત ક્રિયાઓ બંને દ્વારા તેમની સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતા, કાર્યક્ષમતા, ઉત્પાદકતા, ટકાઉપણું, પારદર્શિતા, વૈવિધ્યકરણ, સલામતી, વાજબીતા અને સુરક્ષાને વધારવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.