Abtak Media Google News

બગીઓમાં આવ્યા વરરાજા, પાલખીમાં આવી દુલ્હન: વાજતે-ગાજતે, આતશબાજી અને નાચગાન સાથે વરઘોડો નીકળ્યો

 

અબતક-રાજકોટ

આજકાલના આંગણે ગઈકાલે આત્મીય કોલેજના કેમ્પસમાં રજવાડી ઠાઠ માઠ સાથે શાહી લાડકડીનો લગ્નોત્સવ યોજાય ગયો. જેમાં 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડા અને 7 દિકરીઓને તેના ઘરે કરિયાવર પહોંચાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બગીઓમાં આવ્યા દુલ્હારાજા પાલખીમાં દુલ્હન આવી હતી. વાજતે-ગાજતે, આતશબાજી અને નાચગાન સાથે વરઘોડો નીકળ્યો હતો. દિકરીઓને ગૃહપયોગી તમામ ચીજવસ્તુઓ અપાઈ હતી. ક્ધયાદાનમાં સોનાની બુટી અને ચાંદીના આભૂષણોનું દાન કરાયું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ત્યાગવલ્લભસ્વામી,મંત્રી અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, બ્રીજેશ મેરજા,પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર ડો. પ્રદિપ ડવ, કલેકટર અરૂણ મહેશબાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિત મહાનુભાવોએ નવદંપતિઓને આશિર્વચન પાઠવ્યા હતા. સમુહલના અદભૂત આયોજન બદલ ધનરાજભાઈ, ચંદ્રેશભાઈ, અનિલભાઈ અને કાનાભાઈ બાંટવા પણ શુભેચ્છાનો ધોધ વહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્રારા વીડિયો દ્રારા શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.જેમના ઘરમાં બંગડીનો રણકાર અને ઝાંઝરનો ઝણકાર ના હોય એ આંગણું સુનું લાગતું હોય છે ત્યારે ઈશ્ર્વરની કૃપાથી ’આજકાલ’ના આંગણે એક નહીં 14 લાડકડી દીકરીઓની ઝાંઝરનો ઝણકાર અને બંગડીનો રણકાર ગુંયો છે. ’આજકાલ’ ચેરિટેબલ ટ્રસ્ટના મહાસેવા યજ્ઞના માધ્યમથી 14 દીકરીઓએ નવા સંસારની શરૂઆત કરી છે જયારે 7 દીકરીઓને લાખેણો કરિયાવર અર્પણ કરી નવજીવન શરૂ કરવાના આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે.

દિકરીઓને ગૃહપયોગી તમામ ચીજવસ્તુઓ અપાઈ: ક્ધયાદાનમાં સોનાની બુટી અને ચાંદીના આભૂષણોનું દાન

‘આજકાલ’ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કોરોનામાં માતા-પિતા ગુમાવેલા કે અન્ય કોઈ રીતે જેમની ઉપરથી મા કે બાપનો આશરો છીવી લીધો હોય અને જરૂરિયાતમદં હોય તેવી 14 દીકરીઓને લાખેણો કરિયાવર આપી સમૂહ લોત્સવનું સ્તૃત્ય કાર્ય આત્મિય કોલેજના ગ્રાઉન્ડમાં મંગલમય અને દિવ્ય વાતાવરણમાં યોજવામાં આવ્યું હતું.
આ રૂડા અવસરને દિપાવવા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવવા મહાનુભાવો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાયમંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાઘવજીભાઈ પટેલ, બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, ડો.પ્રદિપ ડવ, ત્યાગ વલ્લભસ્વામી, કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તેમના પત્ની અને પીજીવીસીએલના જોઈન્ટ ડાયરેકટર પ્રિતિ શર્મા અરોરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ) ઉપસ્થિત રહ્યા હતાં.

લાડકડીના લગ્નોત્સવમાં પધારેલા મહેમાનો અભિભૂત થયા, પરિવારની માફક જોડાયા

આજકાલ દૈનિક દ્રારા સામાજિક ઉત્તરદાયિત્વ પણ બખૂબી રીતે નીભાવી જેના જીવનમાં વિધાતાએ પરિવારના મોભીની ખોટ ભરી પણ આ ખોટ આજકાલના મોભી ધનરાજભાઈ અને પરિવારે પૂર્ણ કરી હોય તેમ એક સાથે આવી 21 લાડકવાઈનો ભવ્ય લોત્સવ ઉજવ્યો.આ સેવાયજ્ઞના સદભાગી બનેલા રાયના પ્રધાનો, અન્ય રાજકીય મહાનુભાવો અને અનેક ક્ષેત્રના અન્ય મહેમાનો પણ આયોજનથી અભિભૂત બન્યા હતા.આ અલભ્ય ક્ષણના સાક્ષી બનવા,આશીર્વચન આપવા આવેલા મહેમાનો પણ મહેમાન નહિ પણ યજમાનની આજકાલના આ લોત્સવમાં યજમાનની માફક સહભાગી બન્યા હતા. ક્ષણો માટે આવેલા મહેમાનો મંડપમાં પગ મુકતાની સાથે તેમણે ગોઠવેલા અન્ય સેડુલમાં ફેરફાર કરી લોત્સવનો લાહવો પરિવારની માફક મહાલ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.