Abtak Media Google News

તાજેતરમાં જામનગર જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષની વ્હીપનો અનાદર કરનારા કુલ ૧૪ સભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ ૧૪ સભ્યોમાંથી ૧૧ મહિલાઓનો સમાવેશ થાય છે.જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક પક્ષના જિલ્લા પ્રમુખ જે.ટી. પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ધારાસભ્યો ચિરાગભાઈ કાલરીયા, પ્રવિણભાઈ મુછડીયા અને વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ, જિલ્લા તાલુકા પંચાયતના તેમજ સંગઠનના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ગત્ માસ દરમિયાન જિલ્લા તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના વ્હીપનો અનાદર કરનારા વિવિધ તાલુકા પંચાયતના કુલ ૧૪ સભ્યોને ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેમાં જામનગર તાલુકા પંચાયતના જ્યોતિબેન હસમુખભાઈ દુધાગરા, કાજલબેન મોહનભાઈ કાપડીયા, જ્યંતિભાઈ મોહનભાઈ સંઘાણી, મુક્તાબેન રમેશભાઈ ભાલોડીયા અને પ્રફુલ્લા જયેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

લાલપુર તાલુકા પંચાયતમાં ગીતાબેન હીટલરભાઈ, પુરીબેન જશાભાઈ કરમટા, જયાબેન ભગવાનજીભાઈ દેસાઈ તેમજ શર્માબેન જયેશભાઈ વૈષ્ણવ, જામજોધપુર તાલુકા પંચાયતના મંછાબેન ભીખાભાઈ બાબરીયા, ગોવિંદભાઈ મેઘાભાઈ મકવારગીયા અને ધનાભાઈ મેરામણભાઈ બેરા તથા જોડિયા તાલુકા પંચાયતના પ્રભાબેન હેમરાજભાઈ ભાલોડીયા અને સોનલબેન ચિરાગભાઈ વાંકનો સમાવેશ થાય છે.

આમ કોંગ્રેસ પક્ષની વ્હીપનો અનાદર કરનારા કુલ ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આાવ્યાં છે, તેમાં ૧૧ મહિલાઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.