Abtak Media Google News

રાજકોટથી ખંભાત તરફ જતી બસના ચાલકે  સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા સજાર્યો અકસ્માત

રાજકોટથી ખંભાત તરફની સોમવારે જતી એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ફુલગ્રામ પાસે બસ પલટી મારી ગઇ હતી. જેમાં મુસાફરી કરી રહેલા 15થી વધુ મુસાફરને શરીરે ઇજા થતા વડોદ, સાયલા અને ચુડાની 108 દ્વારા સાયલા દવાખાને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેમાં 2 મહિલાને સુરેન્દ્રનગર વધુ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

રાજકોટની ખંભાત તરફ 25 એપ્રિલે જતી એસટી બસ ફુલગ્રામના ઓવરબ્રિજથી આગળ પસાર થતા બસના ચાલકે સ્ટયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અચાનક બસ પલટી મારી ગઇ હતી.

15 થી વધુ ઇજાગ્રસ્તને હાથ પગે અને શરીરે ઇજા થતા વડોદ, સાયલા અને ચુડાની 108 દ્વારા સાયલા દવાખાને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા આજુબાજુના ગ્રામજનોથી દવાખાનામાં લોકો ઉમટી પડયા હતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જેમાં 2 મહિલાને સુરેન્દ્રનગર વધુ સારવાર માટે લઇ જવામાં આવ્યા

હતાઇજાગ્રસ્તોમાં હેતલબેન વિપુલભાઇ શાહ (રાજકોટ), વિપુલભાઇ પ્રવિણભાઇ શાહ (રાજકોટ), જશવંતભાઇ કાળુભાઇ ચૌહાણ (રાજકોટ), જયાબેન ચીનુભાઇ પાડલીયા (રાજકોટ), હીરાબેન પ્રવિણભાઇ ટુંડીયા (અંકેવાળીયા), પથાભાઇ દલાભાઇ ટુંડીયા (અંકેવાળીયા), શંકરભાઇ પથાભાઇ ટુંડીયા (અંકેવાળીયા), હંસાબેન વિનોદભાઇ રાઠોડ (લીયાદ), પુરીબેન વાલજીભાઇ ચાવડા (તાવી), સંગીતાબેન માવજીભાઇ ચાવડા (તાવી), રામજીભાઇ છગનભાઇ ચાવડા (તાવી), મનસુખભાઇ વિઠ્ઠલભાઇ ચાવડા (શીયાણી),જનકબેન મનસુખભાઇ ચાવડા (શીયાણી) અને દેવુબેન કમલેશભાઇ પરમાર ટોકરાળાને પહોચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.