જીલ્લા પંચાયતના 15સભ્યોએ જેડીયુનો સાથ છોડી ભાજપાની નીતિને અપનાવી ભાજપામા સામેલ

દાદરા નગર હવેલીમા ચાર દિવસથી રાજકીય હલચલ ચાલી રહી હતી. જીલ્લા પંચાયતની ટોટલ 20સીટો છે જેમાથી ત્રણ જ સીટ ભાજપા પાસે હતી બીજી 17સીટોમાં જેડીયુના સભ્યો હતા જેમાથી હાલમા જીલ્લા પંચાયતના 15સભ્યોએ ભાજપા પાર્ટીને સમર્થન આપી જેડીયુમાંથી રાજીનામુ આપ્યુ છે.

Screenshot 1 18

જેડીયુના ૧૫ સભ્યો દ્વારા દાનહ કલેક્ટરને લેખિત પત્ર પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ અટલભવન સેલવાસ ખાતે 15 સભ્યોને પ્રદેશ પ્રમુખના દ્વારા ખેસ પહેરાવી ભાજપા પાર્ટીમા સ્વાગત કરવામા આવ્યુ હતુ. હાલમા સેલવાસ નગરપાલિકામા ભાજપાની સત્તા છે અને હવે જીલ્લા પંચાયતના જેડીયુના 15સભ્યો સામેલ થતા જીલ્લા પંચાયતમા પણ હવે ભગવો લહેરાશે.

અટલ ભવન ખાતે સ્વાગત સમારોહમા જેડીયુના પ્રદેશ પ્રમુખ ધર્મેશ ચૌહાણે જણાવ્યુ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમા સંયુક્ત જનતા દળે ભાજપાનો સાથ છોડી બાહુબલી ભ્ર્ષ્ટ અને પરિવારવાદી પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટીને ચુંટી હતી આ નિર્ણય વિરુદ્ધ દાનહ જીલ્લા પંચાયત સભ્યોએ જનતા દળને છોડવાનો નિર્ણય લીધો છે.

જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા અંત્યોદયના આધાર પર નવો આત્મનિર્ભર બની રહ્યુ છે ત્યારે જનતા દળનો કેન્દ્રીય નેતૃત્વનો આ ફેંસલો જનતાદ્રોહી છે જનમતનો વિશ્વાસઘાત કરવાવાળો છે જેના માટે અમે સંયુક્ત જનતા દળને છોડવાનો નિર્ણય લીધો છે.

Screenshot 2 14

જીલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવરે જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસના મંત્ર પર અમને પુર્ણ વિશ્વાસ છે.મોદીની સરકાર દાનહના વિકાસના માટે દિવસ રાત સમર્પિત છે જેથી મોદીજીના નેતૃત્વમા કામ કરવાનો ફેંસલો અમે લીધો છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલે જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નેતૃત્વમા અમે પ્રદેશને ભાજપામય કરીશુ કેન્દ્ર અને પ્રદેશ અને જીલ્લા પંચાયતમા વિકાસનુ ટ્રિપલ એન્જીન હવે દોડશે.

જીલ્લા પંચાયતના પંદર સભ્યોમા વૈશાલી પટેલ-દાદરા,વંદનાબેન પટેલ-નરોલી,જશોદાબેન પટેલ-ખરડપાડા,ગોવિંદભાઇ ભુજાડા-ગલોન્ડા,મીનાબેન વરઠા-કિલવણી,રેખાબેન પટેલ-મસાટ,દિપકકુમાર પ્રધાન-રખોલી,પ્રવીણભાઈ ભોયા-સાયલી,દીપકભાઈ પટેલ-આંબોલી,વિજય ટેમ્બરે-કૌચા,મમતાબેન સવર-દુધની,નિશાબેન ભાવર-ખાનવેલ,સુમનબેન ગોરખના-રુદાના,પાર્વતીબેન નડગે-માંદોની,વિપુલભાઈ ભુસારા-સિંદોની સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્ય સુમનભાઈ પટેલે પણ ભાજપાનો ખેસ ધારણ કર્યો છે.આ અવસરે ભાજપા પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ,સ્ટેટ સેક્રેટરી વિજ્યા રાહટકર,સ્ટેટ જનરલ સેક્રેટરી વિવેક ધાડકર,પ્રદેશના પદાધિકારીઓ કાર્યકર્તાઓ જીલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.