Abtak Media Google News

વેકેશનના અંતિમ દિવસોમાં રજા  માણતા  એકના એક પુત્રનું અકાળે નિધન થતા પરિવાર શોકમાં  ગરકાવ

ગોંડલ નગરપાલિકા સંચાલિત કોલેજ ચોક મા આવેલ  ભગવત ગાર્ડનમાં વેકેશનના અંતિમ દિવસોમાં  ભૂલકાઓ – કિશોરો હીચકા લપસ્યાની મજા માણવા આવતા હોય આ દરમિયાન મોવિયા રોડ પર રહેતા શ્રમિક પરિવાર નો 15 વર્ષીય કિશોર અકસ્માતે ઝૂલે ઝૂલતા ઝૂલતા પડી જતા શ્રમિક પરિવારે અકાળે એકના એક પુત્રને ખોઈ બેસતા પરિવાર શોકમાં ગરક થઇ જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મોવિયા રોડ પર પશુ દવાખાના નજીક હુસેની મસ્જિદની બાજુમાં રહેતા અને ડ્રાયવિંગ કામ કરતા ઈમ્તિયાઝભાઈ દોઢીયાનો એકનો એક પંદર વર્ષીય પુત્ર મહમદહુસેન મિત્ર સાથે કોલેજ ચોક પાસે આવેલ ગાર્ડનમાં ઝૂલે ઝૂલવા માટે પહોંચ્યો હતો આ દરમિયાન તે ઝુલામાંથી લપસી પડતાં તેને ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારના પગ તળેની જમીન સરકી જવા પામી હતી.

બનાવ અંગે ઈમ્તિયાઝભાઈ દોઢીયાએ જણાવ્યું હતું અમારા પરિવારના એકના એક લાડકવાયા નું અકાળે નિધન થયું છે   સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં તેના એડમિશન માટે ગયા હતા અને તેને એડમીશન પણ મળી ગયુ હતું   સોમવારથી શાળા શરૂ થઈ રહી હોય રજાના એકાદ બે દિવસ બાકી હોય મિત્ર સાથે બગીચામાં ઝૂલવા માટે પહોંચ્યો હતો અને ઝુલામાંથી પડી જતા તેની સાથેના મિત્રોએ તેના પપ્પાને ફોન કર્યો હતો અને તેઓએ મને જાણ કરતાં હું હોસ્પિટલે પહોંચ્યો હતો

બગીચામાં બનેલી અકસ્માતની ઘટના અંગે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી અને કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે વેકેશન પીરીયડ ચાલી રહ્યો હોય ભૂલકાઓ વ્યાપક પ્રમાણમાં બગીચામાં આવી રહ્યા હતા દુર્ઘટના બાદ હાલના તબક્કે થોડા સમય માટે હીચકાને ગાર્ડનમાંથી દૂર કરી આપવામાં આવ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.