Abtak Media Google News

ઈડર સહકારી જીન મિલ લી.માં બુધવારે સવારથી ખેડૂતો ટ્રકટરો ભરી કપાસ લઈ જીન માં લાઈનો લાગી હતી ત્યારે બપોરના સમયે જીનના કમ્પાઉન્ડમાં જીનિંગ પ્રોસેસિંગનું કામ ચાલુ હતું ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થી મોટરમાં આગ લાગતાં જીન કમ્પાઉન્ડમાં અફરાતરફી મચી ગઈ હતી અને તાત્કાલિક ઈડર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટિમ સહકારી જીનમાં પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જ્યારે આશરે 150 મણ જેટલો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો જીન પ્રોસેસિંગ માટે આવેલ બીજો માલ ટ્રેકટર લોડરથી દૂર ખસેડી દેવામાં આવ્યો હતો સહકારી જીન મેનેજર સંજય પટેલ અને વહીવટદાર સમિતિ ના ચેરમેન ચન્દ્રકાન્તભાઈ પટેલ, સમિતિના સભ્યો તેમજ જીન કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાની ટળી હતી.

આ મામલે જીનના મેનેજર સંજય પટેલે જણાવ્યું હતું કે ઈડર સહકારી જીનમાં કમ્પાઉન્ડમાં સ્ટોરેજના બોક્ષમાં લાગેલી મોટરમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગ લાગતાં જેમાં સહકારી જીનને અંદાજે 150 થી 160 મણ જેટલું કપાસનું રૂ બળીને ખાખ થઈ ગયું છે જેમાં અંદાજે રૂ.2,50000/- જેટલા નુકશાન થયેલ છે અને તાકીદે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને જીનના માણસો દ્વારા ખુબજ પ્રયત્ન કરવાથી મોટું નુકશાન બે કરોડનો કપાસનો ઢગલો બાજુમાંજ હતો પરંતુ તે બચી ગયો હતો અને જીનના વહીવટદાર સમિતિના ડિરેક્ટરઓ પણ ત્યાં હાજર રહી સાથ સહકાર આપ્યો હતો)

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.