Abtak Media Google News
24 સ્થળોએ તપાસ પુરી, અધિકારીઓએ 200 કરોડથી વધુના દસ્તાવેજો હસ્તગત કર્યા : સર્ચ ઓપરેશન દરમિયાન 15 કરોડની રોકડ-જ્વેલરી જપ્ત કરાય

છેલ્લા ઘણા સમયથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ઉપર આવકવેરા વિભાગ ની બાજ નજર છે અને તેમના દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ સામે આવ્યા હતા ત્યારે ફરી એક વખત પ્રશ્ન એ ઊભો થયો છે કે હજુ આ પ્રકારના કેટલા સરચ ઓપરેશન આવનારા સમયમાં હાથ ધરાશે કારણકે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોમાં હવે ડર અને ફફડાટ મચી જવા પામ્યો છે.

સમયાંતરે એક પછી એક સરચ ઓપરેશન હાલ હાથ ધરાઈ રહ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ સામે આવી રહ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા ગત સપ્તાહમાં સુરતની ડાયમંડ પેઢી અને વ્યાજ વટાવ સાથે સંકળાયેલી પેઢી ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તે ઓપરેશન આજ રોજ પૂર્ણ થયું છે અને આશરે 24 થી વધુ જગ્યાઓ ઉપર તપાસ પૂરી થઈ ગઈ છે.

મિત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 1500 કરોડથી ના બેનામી વ્યવહારો સામે આવ્યા છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા બે ડાયમંડ પેઢી, બિલ્ડર, ફાયનાન્સર અને બ્રોકરને ત્યા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સર્ચ ઓપરેશનના ચોથા દિવસે વધુ રૂપિયા 200 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. ત્યારે આજે 24 જગ્યાએ તપાસ પૂરી થઈ હતી અને ડાયમંડ કંપનીઓના માલિકો અને ધંધાકીય સ્થળ મળી કુલ છ જગ્યાએ તપાસ હજી ચાલી રહી છે.

બિલ્ડરોને ત્યાંથી જપ્ત કરાયેલાં ડોક્યુમેન્ટ હસ્તગત અધિકારીઓ દવારા કરવામાં આવ્યા છે.જેની વિભાગીય તપાસ હાથ ધરાશે.  સર્ચ ઓપરેશનમાં બિલ્ડરો કરતાં ડાયમંડ પેઢી ધાનેરા અને ભાવના જેમ્સ બંને જગ્યાએ વધુ તપાસ દરમિયાન 200 કરોડના વધારાના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા પરિણામે બેનામી વ્યવહારોનો આંક 1500 કરોડથી વધુ પહોંચી ગયો છે. તપાસ એક દિવસ વધુ ચાલે એવી શક્યતાઓ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

કાદર કોથમીરના જમીનોના વ્યવહારને લઇને શરૂ થયેલી તપાસમાં જેના-જેના નામના સાટાખત મળ્યા છે તે તમામને સમન્સ આપીને કચેરીએ સ્ટેટમેન્ટ માટે બોલાવનાર છે. આ ઉપરાંત નરેશ વીડિયો, રમેશ ચોગઠ સાથેના જે ડોક્યુમેન્ટ મળ્યા છે. તેમાં પણ દરોડા બાદની તપાસ લાંબી ચાલનાર છે. અધિકારીઓએ રજિસ્ટ્રાર કચેરીથી પણ વિગતો મંગાવી છે. ડાયમંડ પેઢી પરના દરોડામાં રોકડમાં ખરીદેલી પ્રોપર્ટી, લોન ઉપરાંત રોકડના ખર્ચા અને ડાયમંડ લે-વેચના કુલ સાત વર્ષના હિસાબો મળ્યા છે આ તમામ હિસાબોનો આંક 1200 કરોડ જેટલો છે. આ તમામ વ્યવહારો હિસાબી ચોપડે બતાવવામાં આવ્યા ન હતા. બે નંબરના આ તમામ વ્યવહારોની પણ એક-એક એન્ટ્રી ગુપ્ત રૂમોમાં સાચવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.