Abtak Media Google News

Table of Contents

મેયર, રાજકીય પદાધિકારીઓ, આઈ.એ.એસ., આઈપીએસ, ન્યાયધીશો સહિત કુલ  2137 વી.આઈ.પી. મતદારો

મતદાન જાગૃતિ માટે જિલ્લા  ચૂંટણી અધિકારી એટલે કે  કલેકટર અને  સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે, રાજકોટ જિલ્લામાં ‘અવસર રથ’ દ્વારા મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન યુવા મતદારો પણ લોકશાહીના આ પર્વમાાં ઉત્સાહભેર ભાગ લે તે માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાા  15672 દિવ્યાંગ  મતદારો છે જયારે  2137 વીઆઈપી મતદારો છે આ તમામ  મતદાનથી  બાકાત  ન રહે તેવા પ્રયાસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહ્યા છે.

1600 4

રાજકોટ જિલ્લામાં હાલ 15672 દિવ્યાંગ મતદારો જ્યારે 2137 જેટલા વી.આઈ.પી મતદારો નોંધાયેલા છે, તેમ  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુની યાદીમાં જણાવાયું છે. ગજ્ઞ જ્ઞક્ષય હયરિં બયવશક્ષમ – મતદાનમાંથી કોઈ બાકાત ના રહેવું જોઈએ – એ સૂત્ર સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ દિવ્યાંગ સહિતના તમામ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ભાગીદારી નોંધાવવા અપીલ કરી છે. 68-રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારમાં 2132 દિવ્યાંગ તથા 70 વી.આઈ.પી મતદારો, 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં 1358 દિવ્યાંગ તથા 161 વી.આઈ.પી મતદારો, 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં 1430 દિવ્યાંગ તથા 47 વી.આઈ.પી મતદારો, 71-રાજકોટ ગ્રામ્ય મતક્ષેત્રમાં 2194 દિવ્યાંગ તથા 446 વી.આઈ.પી મતદારો, 72-જસદણ મતક્ષેત્રમાં 2358 દિવ્યાંગ તથા 245 વી.આઈ.પી મતદારો, 73-ગોંડલ મતક્ષેત્રમાં 1733 દિવ્યાંગ તથા 402 વીઆઈપી મતદારો, 74-જેતપુર મતક્ષેત્રમાં 2385 દિવ્યાંગ તથા 426 વી.આઈ.પી મતદારો, 75-ધોરાજી મતક્ષેત્રમાં 2082 દિવ્યાંગ તથા 340 વી.આઈ.પી મતદારો નોંધાયેલા છે. વી.આઈ.પી મતદારોમાં જે તે વિધાનસભા વિસ્તારમાં રહેતા મહાનુભાવો જેમ કે, સંસદ સભ્યો, ધારાસભ્યો (વર્તમાન તથા ભૂતપૂર્વ) મેયર, રાજકીય પદાધિકારીઓ, આઈએએસ-આઈપીએસ, ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ, ન્યાયતંત્રના ન્યાયાધીશો, ખેલજગતના ખેલાડીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

Loksahi

 અવસર લોકશાહીનો ગુજરાતની આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી – 2022માં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણીપંચ સતત કાર્યરત છે.  રાજકોટ જિલ્લાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ચૂંટણી પંચ રાખી રહ્યું છે. ખાસ કરીને યુવા મતદારો લોકશાહીના પર્વમાં ઉમંગભેર જોડાય તે માટે અવસર રથના માધ્યમથી યુવાઓને અચૂક મતદાન કરવા પ્રેરિત કરવામાં આવે છે.રાજકોટ જિલ્લામાં તા. 03 નવેમ્બર થી તા. 09 નવેમ્બર સુધી રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી વિધાનસભા વિસ્તારમાં અવસર રથે ભ્રમણ કરી લોકોને જાગૃત કર્યા હતા.

ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા રાજકોટ જિલ્લાનાં તમામ વિસ્તારોમાં મતદાન વધારવા “અવસર રથ” દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. “સ્વીપ” દ્વારા મતદાનના નિદર્શન સાથે ખાસ પ્રયાસો હાથ ધરી લોકોમાં જાગૃતિ પ્રસરાવતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

કણકોટ મતગણતરી કેન્દ્રનું કલેકટર દ્વારા કરાયું નિરીક્ષણ

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઈને પૂરી સજાગતા અને સુદ્રઢ આયોજન સાથે કામગીરી કરી રહ્યું છે.

જે અન્વયે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ કણકોટ સરકારી ઈજનેર કોલેજ ખાતેના મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.આ તકે કલેકટરે આઠ વિધાનસભા બેઠકના સ્ટ્રોંગરૂમ અને ક્ધટ્રોલ રૂમમાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે સ્ટ્રોંગ રૂમમાં પાવર સપ્લાયના સાધનો હટાવી લેવા જણાવ્યું હતું. તેમજ સ્ટ્રોંગ રૂમના એન્ટ્રન્સ દરવાજા સામે જ સીસીટીવી કેમેરા ગોઠવવા કહ્યું હતું.મતદાન ગણતરીના દિવસે દરેક ઓબ્ઝર્વર અને મીડિયા કર્મીઓની બેઠક વ્યવસ્થા અંગે પણ વિગતવાર જાણકારી મેળવી હતી.

મતદાર ગણતરી કેન્દ્રમાં આદર્શ આચારસંહિતના પાલન સાથે કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ટકોર કરી હતી.ઉપરાંત મતદાન ગણતરીના દિવસ પહેલાં મતદાન ગણતરી કેન્દ્રને સંલગ્ન દરેક આનુસંગિક વ્યવસ્થા પૂરી કરી લેવા કલેકટરે ભાર મુક્યો હતો.

Losahiii

દિવ્યાંગો, સગર્ભા અને વડીલો માટે મતદાન મથક સુધી પહોંચવા માટે પરિવહન વ્યવસ્થા  

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 બે તબક્કામાં યોજાનાર છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને અનુલક્ષીને આજરોજ કલેકટર કચેરી ખાતે ચૂંટણીની પૂર્વ તૈયારીઓની કામગીરી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સર્વે નોડલ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકના પ્રારંભમાં કલેકટરશ્રીએ સર્વે નોડલ અધિકારીશ્રીઓ પાસેથી તેમના દ્વારા અત્યાર સુધીમાં થયેલી કામગીરી અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી.તેમજ સખી બુથ, મોડલ બુથ, યુથ બુથ, ઈકો ફ્રેન્ડલી બુથ વગેરેની તૈયારી અંગે માહિતી મેળવી હતી.

આ તકે કલેકટરે દિવ્યાંગો, સગર્ભા મહિલાઓ અને વયોવૃદ્ધ વ્યક્તિઓને મતદાન મથક સુધી પહોંચવા માટે નક્કર પરિવહન વ્યવસ્થા ગોઠવવા બાબતે ખાસ ભાર મુક્યો હતો. વધુમાં ઈ.વી.એમ અને વી.વી.પેટ સ્ટ્રોંગરૂમની સુરક્ષા વિશે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ દરેક નોડલ અધિકારીઓને સોંપાયેલી કામગીરી પુરી સજ્જતા સાથે  કરવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.આ બેઠકમાં ચૂંટણી ખર્ચ વ્યવસ્થાપનના નોડલ ઓફિસર  દેવ ચૌધરી, આદર્શ આચારસંહિતાના અમલીકરણ અધિકારી આશિષકુમાર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.જે. ખાચર, નિવાસી અધિક કલેકટર  કેતન ઠક્કર તથા તમામ વિભાગોના નોડલ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.