15મી ઈન્ટર કંપની કેરમ ટુર્નામેન્ટમાં જુનિયર આસિ. મનીષા જેઠવા કેરમ ડબલ્સમાં પ્રથમ

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા

ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળના જનરલ સેક્રેટરી જીતુ વાગડીયા મુખ્ય વિશેષ જનરલ સેક્રેટરી મહેન્દ્ર ચાવડા અને નાયબ અધિક્ષક સચિન પરમારે કર્યું સન્માન

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.દ્વારા દ્વારા ઈન્ટર કંપની કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરેલ જેમાં ગુજરાત રાજયની 7 કંપનીના કર્મચારીઓની વિવિધ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામા આવે છે.

જેમાં આ વર્ષે  બહુચરાજી ખાતે કેરમ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરેલ જેમાં પીજીવીસીએલનાં રાજકોટ શહેર વર્તુળ કચેરી ખાતે ફરજ બજાવતા મનીષાબેન જેઠવાએ કેરમ ડબલસ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ભવ્ય વિજય પ્રાપ્ત કરીને રાજકોટ શહેર વર્તુળ કચેરીનું ગૌરવ વધારેલ છે.

મનીષાબેન જેઠવા ગુજરાત વિધુત કર્મચારી  ઉત્કર્ષ મંડળના સભ્ય હોઈ આ સિધ્ધી બદલ ગુજરાત  વિધુત  કર્મચારી ઉત્કર્ષ મંડળના  જનરલ સેક્રેટરી જીતુભાઈ વાગડીયા મુખ્ય વિશેષ જનરલ સેક્રેટરી મહેન્દ્રભાઈ ચાવડા તેમજ લક્ષ્મીનગર પેટા વિભાગીય કચેરીના  નાયબ  અધિક્ષક સચિનભાઈ પરમાર ખુબ ખુબ અભિનંદન  પાઠવે છે.