Abtak Media Google News

અબતક, રાજકોટ

એરપોર્ટ પોલીસ મથકનાં સ્ટાફે 4140 બોટલ શરાબ, અને વાહન મળી 27.82 લાખનો મુદામાલ કબજે કર્યો

ગ્રામ પંચાયતની ચુંટણી અને થર્ટી ફર્સ્ટની ઉજવણી અનુસંધાને બુટલેગરો વીદેશી ઘર ઘુસાડવાની પેરવી કરે તે પુર્વે જ રાજકોટ નજીક કુવાડવા રોડ પરથી ટ્રકમાં ચોખાની આડમાંથી રૂ.17.72 લાખની કીંમતનો વીદેશી દારુનાં જથ્થા સાથે ટ્રકનાં ચાલક અને કલીનરની ધરપકડ કરી વાહન અને દારુ મળી રૂ.27.82 લાખનો મુદામાલ કબજે કરી દારુનાં મુળ સુધી પહોંચવા રૂપાસનો ધમધમાટ આદર્યો છે.પોલીસ પ્રાપ્ત વીગત મુજબ રાજકોટ શહેરમાં દારુબંધીનો કડક અમલ કરવા પોલીસ કર્મીશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે એરપોર્ટ પોલીસ મથકનાં પીઆઇ જે.એમ. હડીયા સહીતનાં સ્ટાફે કડક પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધર્યુ આવ્યા છે.

પોલીસ પ્રાપ્ત વીગત મુજબ રાજકોટ શહેરમાં દારુબંધીનો કડક અમલ કરવ પોલીસ મીશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે એરપોર્ટ પોલીસ મથકનાં પીઆઇ જે.એમ. હડીયા સહીતનાં સ્ટાફે કડક પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધર્યુ છે.પેટ્રોલીંગ દરમ્યાન એમપી 6 એચસી 1517 નંબરનાં ટ્રકમાં વીદેશી દારૂનો જથ્થો આવી રહયાની કોન્સ. મહાવીરસીંહ ચુડાસમાને મળેલી બાતમીનાં આધારે પીએસઆઇ વી.સી. પરમાર અને સ્ટાફ કેશુભાઇ વાજા, ધ્રુવ્યરાજસીંહ ચુડાસમા અને યશપાલસીંહ ઝાલા સહીતનાં સ્ટાફે કુવાડવા રોડ ઉપર વોચ ગોઠવી હતી.

ત્યારે શંકાસ્પદ હાલતમાં આવી રહેલા ઉપરોક્ત નંબર વાળા ટ્રકને અટકાવી તલાસી લેતા ચોખાની આડમાં છુપાવેલો 17.72 લાખની કીંમતનો 4140 બોટલ વીદેશી ઘરનાં જથ્થા સાથે રાજસ્થાનનો ભગવાનદાસ ધનશીંગ ફુસવા અને યુપીનો નરેશ મેગશી ફુસવાની ધરપક્ડ કરી દારુ અને વાહન મળી રૂ.7.82 નો મુદામાલ કબજે કર્યો છે.ઝડપાયેલા બંને શખ્સોની પ્રાથમીક પુછપરછમાં મોબાઇલ નંબરનાં આધરે ડીલીવરી કરવાની હતી. પરંતુ કટીંગ થાય તે પુર્વે જ દારુ ઝડપાય ગયો છે. પોલીસે મોક્લનાર અને લેનાર બંનેને ઝડપી લેવા દોડધામ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.