Abtak Media Google News

આવકવેરા રિટર્નની સંખ્યા આશરે ૧ કરોડના વધારા સાથે ૬.૮૪ કરોડે પહોંચી

બજેટ અંદાજના .૧૦.૦૫ લાખ કરોડના ૯૯ ટકા એટલે કે ..૯૫ લાખ કરોડની ડાયરેક્ટ ટેક્સની આવક

આવકવેરા વિભાગે જારી કરેલા કામચલાઉ આંકડા પ્રમાણે ડાયરેક્ટ ટેક્સની ચોખ્ખી આવક ₹૯.૯૫ લાખ કરોડ થઈ છે, જે ૨૦૧૬-૧૭ના નેટ કલેક્શનની તુલનામાં ૧૭.૧ ટકા વૃદ્ધિ દર્શાવે છે. ડાયરેક્ટ ટેક્સની ચોખ્ખી આવક ₹૯.૮ લાખ કરોડના બજેટ અંદાજના ૧૦૧.૫ ટકા થઈ છે. જ્યારે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટના ₹૧૦.૦૫ લાખ કરોડના સુધારેલા અંદાજના ૯૯ ટકા છે.

નવા આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં લગભગ એક કરોડનો ઉછાળો નોંધાયો છે. આ સાથે ૨૦૧૭-૧૮માં કુલ આવકવેરા રિટર્નની સંખ્યા ૨૬ ટકા વધીને ૬.૮૪ કરોડે પહોંચી છે, જે અગાઉના વર્ષે ૫.૪૩ કરોડ હતી. કામચલાઉ આંકડા પ્રમાણે ૨૦૧૭-૧૮માં ડાયરેક્ટ ટેક્સની ચોખ્ખી આવક ૧૭ ટકા વધીને ₹૯.૯૫ લાખ કરોડ થઈ છે. રિટર્નની સંખ્યામાં વૃદ્ધિને કારણે સરકારે ૨૦૧૭-૧૮ના પ્રત્યક્ષ વેરા (ડાયરેક્ટ ટેક્સ)ના ટાર્ગેટને લગભગ પૂરો કરી લીધો છે.

તાજેતરના નાણાકીય વર્ષમાં રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા ૧૬.૩ ટકા વધીને ૯૯.૪૯ લાખ થઈ છે, જે ૨૦૧૬-૧૭માં ૮૫.૫૨ લાખ હતી. છેલ્લાં ચાર નાણાકીય વર્ષમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે અને આંકડો ૨૦૧૩-૧૪ના ૩.૭૯ લાખ કરોડથી વધીને ૨૦૧૭-૧૮માં ૬.૮૪ લાખ કરોડે પહોંચ્યો છે. તે ચાર વર્ષમાં ૮૦.૫ ટકાનો ઉછાળો દર્શાવે છે. ૨૦૧૭-૧૮માં ફાઇલ કરાયેલા કુલ રિટર્નમાંથી ૬.૭૫ કરોડનું ઇ-ફાઇલિંગ કરાયું હતું, જે અગાઉના વર્ષે ૫.૨૮ કરોડ હતું.

રિફંડ પહેલાં ટેક્સનું કુલ કલેક્શન ૧૩ ટકા વધીને ₹૧૧.૪૪ લાખ કરોડ થયું છે. ૨૦૧૭-૧૮માં ₹૧.૪૯ લાખ કરોડના રિફંડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. ૨૦૧૭-૧૮માં કોર્પોરેટ આવકવેરાનું ચોખ્ખું કલેક્શન ૧૭.૧ ટકા વધ્યું છે અને STT સહિત વ્યક્તિગત આવકવેરાના ૧૮.૯ ટકા રહ્યું છે. કરવેરાના આંકડા કામચલાઉ છે, જેમાં ફેરફારની શક્યતા છે. આવકવેરા વિભાગ દ્વારા રિટર્ન ફાઇલ નહીં કરનારાને સતત ઇ-મેઇલ, જખજ, સ્ટેચ્યુટરી નોટિસ સહિતનાં પગલાંને કારણે ૨૦૧૭-૧૮માં નવા રિટર્ન સહિત કુલ આવકવેરા રિટર્નની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.