IPL 2025 એ સાબિત કર્યું કે ભારતના યુવા ક્રિકેટરો આખી દુનિયામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ વખતે ઈંઙકમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીથી લઈને 17 વર્ષના આયુષ મ્હાત્રે જેવા યુવા બેટ્સમેનોએ દુનિયાભરના બોલરોને પછાડી દીધા. આ તો યુવા બેટ્સમેનોની વાત હતી. હવે 17 વર્ષના ફાસ્ટ બોલર આરડી પ્રણવ રાઘવેન્દ્રએ દુનિયાભરના બેટ્સમેનોને ચેતવણી આપી છે. વેલ્લોરના પ્રણવ રાઘવેન્દ્ર પોતાની ગતિથી ધૂમ મચાવી રહ્યા છે. આ જમણા હાથના ફાસ્ટ બોલરે તાજેતરમાં ઇઈઈઈં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે 147.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. ભારતમાં કોઈપણ અંડર-19 ક્રિકેટર દ્વારા સૌથી ઝડપી બોલિંગ કરવાનો આ રેકોર્ડ છે.
આરડી પ્રણવ રાઘવેન્દ્રની ક્રિકેટ કારકિર્દી ખૂબ જ રસપ્રદ રીતે આગળ વધી રહી છે. તેણે એક રમતવીર તરીકે શરૂઆત કરી હતી. તે 100 મીટર દોડમાં ભાગ લેતો હતો અને સારું પ્રદર્શન કરી રહ્યો હતો. આ પછી તે ક્રિકેટ તરફ વળ્યો. એક ડોક્ટરે તેને ટીમ સ્પોર્ટમાં જવાની સલાહ આપી. ક્રિકેટ તરફ વળ્યા પછી, તેણે બોલર બનવાનું નક્કી કર્યું. આ પછી તેણે ઝડપી બોલિંગ કરવાનું નક્કી કર્યું. પ્રણવ હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગમાં આઈડ્રીમ તિરુપુર તમિઝાન્સ માટે રમી રહ્યો છે.
ઝડપી બોલર આરડી પ્રણવ રાઘવેન્દ્ર આ રમતમાં ચોકસાઈ અને ફિટનેસનું મહત્વ સમજે છે.’મને ગતિ ગમે છે અને હું ઝડપી બોલિંગ કરવા માંગુ છું. જ્યારે તમે બેટ્સમેનોને બાઉન્સરથી ડરાવો છો અને તેમના ગ્લોવ્સને હાર્ડ લેન્થથી ફટકારો છો ત્યારે તે ખૂબ સારું લાગે છે. હા, એ સાચું છે કે ગતિ જાળવી રાખવા માટે મારે ઘણા પાસાઓ પર કામ કરવું પડશે. આમાં સચોટ બોલિંગનો સમાવેશ થાય છે. તેથી જ હું સ્પીડ ગન પર નજર રાખતો નથી. મારે ખાતરી કરવી પડશે કે ફિટનેસ મારી ટોચની પ્રાથમિકતા રહે.’
આરડી પ્રણવ રાઘવેન્દ્રના નજીકના લોકો માને છે કે તેની પાસે પ્રખ્યાત 150 કિમી પ્રતિ કલાકની ઝડપ પાર કરવાની ક્ષમતા છે. પ્રણવને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર ગ્લેન મેકગ્રાથ સાથે કામ કરવાનો પણ ફાયદો થયો છે. મેકગ્રા સાથે કામ કરતી વખતે, તેમણે 16 વર્ષની ઉંમરે 139 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી હતી.