Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ આઇ.ટી. સોશ્યલ મીડીયા વિભાગના ઇન્ચાર્જ નીશીથ ત્રિવેદી, સહ ઇન્ચાર્જ હાર્દિક ગોહીલ, મનોર ગરૈયા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ સોશ્યલ મીડીયા વિભાગના ઇન્ચાર્જ અમીત ઠાકર, ત‚ણ બારોટ, પંકજ શુકલ તેમજ રાજકોટ શહેરના તમામ વોર્ડના ભાજપના વોર્ડ પ્રમુખો સાથે પરામર્શ કરીને શહેરના ૧ થી ૧૮ એમ તમામ વોર્ડના આઇ.ટી. સોશ્યલ મીડીયા વિભાગના ઇન્ચાર્જ સહઇન્ચાર્જની વરણી કરવામાં આવી હતી. આ તક રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી કિશોર રાઠોડ સહીતના તમામ ભાજપ અગ્રપીઓએ નવનિયુકત હોદેદારોની વરણીને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે નીશીલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સોશ્યલ મીડીયાના માઘ્યમથી કેન્દ્ર રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓને ઘેર ઘેર વોટસઅપ, ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ જેવા આધુનીક માઘ્યમો વડે પહોચાડાશે. તેમજ લાભાર્થીઓને તેનો લાભ કઇ રીતે મળી શકે સહીતની તમામ માહીતી પુરી પડાશે.

પાર્ટીની પંચનિષ્ઠા અને રાષ્ટ્રવાદી વિચારધારાને જન જન સુધી પહોચાડી પ્રજાજનોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ કરાશે. આગામી દિવસોમાં આઇ.ટી. સોશ્યલ મીડીયા વિભાગના હોદેદારો શહેરના વિવિધ વિસ્તારોમાં જઇ ભીમ એપ તેમજ નમો એપના ફાયદાઓનેસામાન્ય લોકો સમક્ષ મુકી તેમના મોબાઇલમાં ડાઉનલોડ કરાવી તે અંગેનું માર્ગદર્શન પુરુ પાડશે.

ભાજપ આઇ.ટી. સોશ્યલ મીડીયા વિભાગના તમામ હોદેદારો ઓ અંગેની ગંભીરતાને ઘ્યાને લઇ પુર જોશમાં ભારતીય જનતા પાર્ટીના વ્યાપને વધારવા લાગી પડશે અને આગામી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભાજપને ૧૫૦ થીવધુ બેઠકો અપાવવામાં અત્યંત સહાયરુપ ભુમિકા ભજવશે તેવું નિશીલ ત્રિવેદીએ જણાવ્યું હતું.

શહેરના ૧ થી ૧૮ વોર્ડના ભાજપ આઇ.ટી. સોશ્યલ મીડીયા વિભાગમાં વોર્ડ નં.૧માં ઇન્ચાર્જ તરીકે વિકલ્પ હાથી તથા સહ ઇન્ચાર્જ તરીકે અવિ મકવાણા તથા નીલેશ ચાવડા, વોર્ડ નં.ર માં ઇન્ચાર્જ તરીકે કમલ ભટ્ટ તથા સહઇન્ચાર્જ તરીકે નિશ્ર્ચલ જોશી અને દર્શન શાહ, વોર્ડન નં.૩ માં ઇન્ચાર્જ તરીકે રવિ લાવ, સહઇન્ચાર્જ તરીકે મનોજ રાઠોડ, હેમાંગ ઠકકર, વોર્ડ નં.૪માં ઇન્ચાર્જ તરીકે જયદીપ ગરસોદીયા તથા સહઇન્ચાર્જ તરીકે પ્રિયાંગ શીંગાળા અને રવિ પંડયા, વોર્ડ નં.૫ માં ઇન્ચાજ તરીકે હાર્દિક પનારા, સહઇન્ચાર્જ તરીકે જેનીસકિપાડા, અને સંજય ચાવડા, વોર્ડ નં.૬ માં ઇન્ચાર્જ તરીકે તેજસ ચૌહાણ, સહ ઇન્ચાર્જ તરીકે ગોકુલ પંડીયા અને વિકાસ મેતા વોર્ડ નં.૭ માં ઇન્ચાર્જ તરીકે ચંદ્રેશ પરમાર તથા સહ ઇન્ચાર્જ તરીકે જિગ્નેશ માંડલીયા અને સુરેશ સિંધવ, વોર્ડ નં.૮ માં ઇન્ચાર્જ તરીકે જય શાહ તથા સહ ઇન્ચાર્જ તરીકે જય ગોહીલ અને પંકિલ માણેક, વોર્ડ નં.૯ માં ઇન્ચાર્જ તરીકે પ્રતિક શાહ સહઇન્ચાર્જ તરીકે નીરજ પંડયા અને જયેશ ગોડા વોર્ડ નં.૧૦ માં ઇન્ચાર્જ તરીકે પાર્થ ગોહેલ તથા સહ ઇન્ચાર્જ તરીકે ગૌરવ ફીચડીયા અને વૈશુ માળી વોર્ડ નં.૧૧ માં ઇન્ચાર્જતરીકે ભૌતિક કંટારીયા તથા સહ ઇન્ચાર્જ તરીકે વિજય વાંક અને જીજ્ઞેશ અઘ્યારું, વોર્ડ નં.૧ર માં ઇન્ચાર્જ  તરીકે શકિત ઝાલા સહ ઇન્ચાર્જ તરીકે આશિષ દેવળીયા અને જગદીશ અગ્રાવત વોર્ડ નં.૧૩માં ઇન્ચાર્જ તરીકે કુલદીપસિંહ પરમાર તથા સહ ઇન્ચાર્જ તરીકે દર્શિત ભટ્ટી અને આનંદ જાવીયા વોર્ડ નં.૧૪માં ઇન્ચાર્જ તરીકે વિપુલ માખેલા તથા શૈલેષ હાપલીયા અને મોહિત રાણપરા વોર્ડ નં.૧પમાં ઇન્ચાર્જ તરીકે અજય ચાવડા તથા ઇહ ઇન્ચાર્જ સંજય વજાણી અને જીગણેશ ડાભી વોર્ડ નં.૧૬ માં ઇન્ચાર્જ જયન ઠુંમર સહ ઇન્ચાર્જ સંકેત રાવલ અને માનવીર મ્યાત્રા વોર્ડ નં.૧૭ માં ઇન્ચાર્જ તરીકે વિશાલ ચોટલીયા સહઇન્ચાર્જ સની ભાલોડી અને તુષાર ટાંક તેમજ વોર્ડ નં.૧૮માં ઇન્ચાર્જ તરીકે પારસ સાવલીયા તથા સહ ઇન્ચાર્જ તરીકે વિજય સાસપરા અને મયુર હરસોડાની નિમણુંક કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.