Abtak Media Google News

રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો માટે સૌ પ્રથમ વાર 182 જેટલા દિવ્યાંગ મતદાન મથક રાખવામાં આવશે. દિવ્યાંગ મતદાન મથક ઉપર માત્ર દિવ્યાંગકર્મી વહીવટી સ્ટાફ હશે.વિકલાંગ મતદારો માટે 1000 સહાયકને પણ ખડેપગે રાખવામાં આવનાર છે.

ચૂંટણીપંચ દ્વારા દરેક મતદાન મથક પર બ્રેઇલલ‌િપ યુનિટની વ્યવસ્થા કરવામાં આવશે. દિવ્યાંગ મતદાતાએ અગાઉથી ર‌જીસ્ટ્રેશન કરાવવું પડશે. દિવ્યાંગ મતદારને બ્રેઇલલ‌િપિવાળું બેલેટ પેપર અપાશે. બ્રેઇલ લ‌િપિવાળા બેલેટમાંથી ઉમેદવારનું નામ અને ક્રમ નંબર જાણ્યા બાદ બેલેટ યુનિટનો ક્રમ નંબર દબાવવાથી પસંદગીના ઉમેદવારને વોટ પડી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.