Abtak Media Google News

1950 થી 1970ના બે દાયકા જુની ફિલ્મોનો સુવર્ણ યુગ ગણાયો છે,એક ફિલ્મમાં સાત-આઠ ગીતો હોય અને પ્રેક્ષકો ગીતમાં ઝુમી ઉઠતાંને પૈસા પણ ઉડાડતા હતા

‘દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ’ જેવા દેશદાઝ સાથેના સુંદર ગીતોનો 1947ના એ આઝાદીના પ્રારંભ કાળમાં લોકો ને ધોમધખતા તાપમાં મીઠા છાયડા જેવા ગીતો મનોરંજન આપી રહ્યાન હતા. ભારતીય પ્રજા પાસે કશું જ ન હતું ત્યારે ફિલ્મોના ગીતો થકી જોમ જુસ્સો મળતો હતો. એ સમયમાં કવિ પ્રદિપજેવા અસંખ્ય ગીતકારોના ગીતો એ સમયની પરિસ્થિતિ દર્શાવતા હતા. આમ પણ જોઇએ તો 1945 થી 1950 વચ્ચેની ફિલ્મોમાં પણ એ વધુ દર્શાવાયું હતું. 1949માં આવેલી ‘બરસાત’ ફિલ્મના ગીત ‘બરસાત મે હમ સે મીલે તુમ સજન તુમસે મીલે હમ’ જેવા ગીતો લોકોને બહુ ગમતા, રેડીયોએ જમાનાની શાન ગણાતી હતી. આ દિવસોમાં દુખી માણસને આવા મીઠડા ગીતો જ જીવાડતા હતા. એ ફિલ્મોમાં ગરીબાઇના દ્રશ્યો, સ્ટોરી સાથે સુખ, દુ:ખ, ગરીબ-તવંગર ના ભેદભાવ, અસ્પૃશ્યતા, અત્યાચારો જેવા પાસાઓને ફિલ્મ સર્જકો સમાવતા હતા. આઝાદી બાદના નવા ભારતની એ પ્રજાઓને આ સુંદર ફિલ્મો થકી જ જીવન ને ગુણવતા સભર બનાવવાની પ્રેરણા મળતી હતી.

‘એક અકેલા થક જાયેગા, મીલકર બોઝ ઉઠાના સાથી હાથ બઢાના…. આથી હાથ બઢાના’

23Sld1

જુના ગીતોને જાની ફિલ્મો સદા એવરગ્રીન હતીને રહેશે. ભારતીય ફિલ્મોમાં જેટલી મહેનત તેની સ્ટોરી પર કરાય તેટલી જ મહેનત તેના ગીતો પર કરાય છે. ગીત, સંગીતને ગીતોને કારણે બોલીવુડની ઘણી ફિલ્મો હીટ નીવડી છે. જાુના ફિલ્મોમાં તો 8 થી 10 ગીતો હોય તો પણ બધા સુપરહીટ પુરવાર થયા હોય, ‘બરસાત’ જેવી ઘણી ફિલ્મો માત્ર તેના સુંદર ગીતોને કારણે સુપરહીટ થઇ હોય,

બોલીવુડમાં ફિલ્મોના ગીતોનું મહત્વ હોય છે. શૈલેન્દ્ર હસરત જયપુરીના શબ્દોમાં શંકર જયકિશનનું સંગીત ઉમેરાય એટલે ગીતોને ચારચાંદ લાગી જાય, મુકેશ, લતા, રફીના ગીતો આજે પણ યુવા વર્ગ સાંભળે છે. ગોલ્ડન એરા કલાસિક ફિલ્મોનો યુગ 1950 થી 1970 રહ્યો, આ બે દશકામાં બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર ફિલ્મોમાં સુંદર ગીતો આજે પણ કર્ણપ્રિય લાગે છે. હવે તો આ ર1મી સદીમાં આ કલાસિક ફિલ્મો નવારંગ રૂપ સાથે કલરમાં ફરી રીલીઝ કરતાં દર્શકો જોવા ફરી ઉમટી પડયા હતા. હમ દો નો મુગલ એ આઝામ, નયા દૌર, ગુમરાહ જેવી ઘણી ફિલ્મો કલર વર્ઝનમાં આવતા યુવા વર્ગ જોવા પ્રેરાયો હતો.

જાુના જમાનાની ફિલ્મોમાં ટાઇટલ સોંગ આવતા ને શરૂના સુંદર આલાપ, સંગીત વાગે ત્યાં જ લોકો સાથે ગાવા લાગતા તેવા મીઠડાં ગીતો હતા. સામાન્ય રીતે અઢીથી પ મિનિટના ગીતો આવતા બોલીવુડનું સૌથી મોટું ગીત હમ સાથ સાથ હૈ, ફિલ્મમાં 12 મીનીટ અને 11 સેક્ધડનું હતું. જેમાં પાંચ ગાયક કલાકારોનો સ્વર હતો. ગાઇડ ફિલ્મમાં ‘પિયા તો સે નૈના લાગે રે’ 8 મીનીટ અને ર8 સેક્ધડનું હતું જે એ જમાનામાં સૌથી મોટું ગીત હતું. રાજશ્રી પ્રોડકશનની ફિલ્મો મ્યુઝિકલ હોવાને કારણે તેના ગીતો હીટ નિવડતા, ‘દોસ્તી’ ફિલ્મના રફી સાહેબના ગીતો આજે પણ સદાબહાર છે.

પાકીઝા ફિલ્મો ઘણા ગીતો હતા પણ ફિલ્મની લંબાઇ વધી જતાં ઘણા ગીતો કટ કર્યા હતા. બેનમુન ગીતો, સંગીત આજેપણ આપણને સાંભળવું ગમે છે બોલીવુડની એક માત્ર ગાયિકા લત્તાજીએ લગભગ બધા જ જાુના અને નવા ગાયકો સાથે ગીત ગાયને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. લત્તા, આશા બન્ને બહેનોએ છેલ્લા છેલ્લા 70 વર્ષથી રાજ કરતાં આવ્યા છે. સુંદર ગીતોના ખરો યુગ 1960 થી 1970 ના અંત સુધી પણ ગણાય છે. જો કે 1950 થી 1960 ના દશકામાં પણ ઘણી રોમેન્ટી અને કલાસિક ફિલ્મો તેના સુંદર ગીતો થકી અમર થઇ ગઇ હતી.

વિતેલા વર્ષોની કલાસિક ફિલ્મો આજે નવારંગ રૂપ સાથે કલરમાં નવી પેઢી સામે પેશ થાય છે,રાજકપૂરની લગભગ દરેક ફિલ્મના ગીતો ખુબ જ સફળ થયા હતા

Dew1Ffpvwaabwdf

જુના શ્રેષ્ઠ ગીતોમાં ગીતા દત્ત, લતા, આશા, સુધા મલ્હોત્રા, સુમન કલ્યાણપુર, મોહમંદ રફી, તલત મહેમુદ, કિશોરકુમાર, મુકેશ, મહેન્દ્ર કપુર, મન્નાડે, હેમંત કુમાર જેવા અનેક ગાયકો પોતાના સુંદર ગીતોને કારણે જાુની ફિલ્મોને હીટ બનાવી, ધર્મેન્દ્રની પ્રથમ ફિલ્મ ‘દિલ ભી તેરે હમ ભીતેરે’ ના રફી સાહેબના શ્રેષ્ઠ ગીતો આજે પણ સાંભળવા ગમે છે જેમ કે ‘મુજ કો ઇસ રાત કી તન્હાઇ મે આવાજ ન દો’

રાજકપૂરની આહ, આવારા, શ્રી420 ને બરસાત શ્ર્વેત શ્યામ ફિલ્મ હોવા છતાં તેના સુંદર ગીતો આજે પણ રીમીકસ થઇને સાંભળવા મળે છે. માસ્ટર ભગવાનની ફિલ્મ ‘અલબેલા’ મા ‘શોલા જો ભડકે – દિલ મેરા ધડકે’ એ જમાનાનો પહેલો ડિસ્કો ડાન્સ સાથેના પ્રયોગ હતો. એ જમાનાની ફિલ્મોમાં સમુહમાં નૃત્ય હોયને અભિનેત્રી ગીત ગાતી હોય તેવા ફિલ્માંકન વધુ હતા.

આ ઉપરાંત નાગીન, ખામોશી, તેરે ઘર કે સામને, આરપાર, સી.આઇ.ડી., ફાગુન, બિસ સાલ બાદ, દેખ કબીરા રોયા, બંદીની, દો બીખા જમીન, જબ પ્યાર કિસીસે હોતા હે, એક મુસાફિર એક હસીના, સુજાતા જેવા ઘણી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો તેના ગીતો વડે આજે પણ ઓળખાય છે. કલરનો યુગ આવતા લવ ઇન ટોકયો, જીદી, એન ઇવનીંગ ઇન પેરીસ, જંગલી, કાશ્મીર કી કલી, દોબદન, આદમી, તિસરી મંજીલ, આવો પ્યાર કરે, નાઇટ ઇન લંડન, દો કલીર્યા, રાજકુમાર, મેરે સનમ, હમસાયા, આશિક, કિસ્મત જેવી ઘણી કલર ફિલ્મો પણ તેના શ્રેષ્ઠ ગીતો વડે ત્યારે અને અત્યારે પણ જાણીતી છે. ‘ફર્જ’ ફિલ્મના ગીતોથી યુવા વર્ગ બહુ જ પ્રભાવિત થયો હતો. દારાસિંહની ફિલ્મ ‘લુટેરા’ ના ગીતો પણ ખુબ જ પ્રસિઘ્ધ થયા હતા. ગીતો આધારીત એક ઐતિહાસિક પાત્રોવાળી ‘આમ્રપાલી’ના સુંદર ગીતો હતા.

ધર્મેન્દ્ર, મનોજકુમાર, શમ્મીકપુર, વિશ્ર્વજીત,શશીકપૂર, પ્રદિપકુમાર, દિલિપકુમાર, રાજકપૂર, સંજય, ફિરોજખાન, રાજેન્દ્ર કુમાર, કિશોરકુમાર, જોય મુખરજી, દેવાનંદ, રાજકુમાર વિગેરે કલાકારો ઉપર ફિલ્મોકન થયેલા રફી, મુકેશ જેવા ગાયકોના ગીતો સાંભળતા જ કલાકારોનો ચહેરા યાદ આવી જાય તેટલું મેચીંગ ટયુનીંગ એ ગાયકોનું હતું. રાજેન્દ્રકુમાર માટે રફીસાહેબ ગાય ત્યારે આપણને સાંભળવતા જ ખ્યાલ આવે કે આવે રાજેન્દ્રકુમાર માટે ગાયેલું છે. તીસરી મંઝીલ ભલે થ્રીલર ફિલ્મ હતી પણ તેના સુંદર ગીતો વડે મ્યુઝિકલ ફિલ્મ બની ગઇ હતી. એ જમાનાની પારિવારિક કે રોમેન્ટીક ફિલ્મો હોય પણ તેના ગીતો તો એવરગ્રીન હતા. ‘બેટી બેટે’ જેવી કરૂણ ફિલ્મના ગીતો પણ આજે જાણીતા જ છે. ‘ભાભી’ ફિલ્મનું ‘ચલ ઉડજા રે પંછી’ આજે પણ લોકો સાંભળે છે. એવી જ રીતે ‘નિલકમલ’ ફિલ્મનુંંં ‘બાબુલ કી દુવા એ લેતી જા’ આજે જયાં દીકરીના લગ્ન હોય ત્યાં અચુક વિદાય વખતે સાંભળવા મળે છે.

ધર્મેન્દ્રની પ્રથમ ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે ’ ના સુંદર ગીતની પંકિત….. “જીત હી લેંગે બાજી હમ તુમ, ખેલ અધૂરા છૂટેના,

પ્યાર કા બંધન…. જન્મકા બંધન તૂટેના”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.