Abtak Media Google News

આજરોજ બપોરે 1ર કલાકે પ્રમુખ ભુપતભાઇ બોદરના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી વર્ષાઋતુ 2021 પ્રિ-મોન્સુન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની અગત્યની બેઠકમાં ગ્રામ્ય કક્ષાએ કરેલ કામગીરીઓ તથા કરવાની થતી કામગીરીઓની સમીક્ષા કરવામાં આવેલ હતી જેમાં અનેક મુદ્ાઓની ચર્ચા કરીને જરુરી વ્યવસ્થા કરવા માટે સુચનો આપવામાં આવ્યા હતા.જીલ્લા લેવલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ કાર્યરત કરવા અંગે નિર્ણૈય લેવામાં આવ્યો હતો. આગામી ચોમાસા દરમ્યાન રાજકોટ જીલ્લામાં સઘન વૃક્ષારોપણ કરવા માટે મનરેગા ના અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી અને મનરેગા તરફથી બે લાખ પચીસ હજાર વૃક્ષારોપણ કરવાનું ઠરાવવામાં આવ્યુ છે.

રસ્તા અને કોઝ-વે ની ચકાસણી અને મરામત કરવી અને તે માટે જરુરી યાંત્રિક સામગ્રી જેવી કે જે.સી.બી. ટ્રેકટર,, ટ્રોલી ત્રિકમ, પાવડા, દોરડા વગેરે ઉપલબ્ધ કરાવવા અને મજુરોની વ્યવસ્થા કરવી તેમજ જરુરી ટેકનીકલ ટીમો બનાવવી હતી.પુર કે વાવાઝોડાના સમયે લોકોને આશ્રય આપી શકાય તેવા સ્થળો (પ્રાથમિક શાળાઓ, આંગણવાડી, ગ્રામ પંચાયત બિલ્ડીંગ વગેરે)  નો સર્વે કરીને જરુરી મરામત કરવી તેમજ પાણી, લાઇટ વગેરેની વ્યવસ્થા કરવાનું નકકી કરાયું હતું.તમામ ટીડીઓ અધિકારી મેડીકલ સ્ટાફ, તલાટી કમ મંત્રી, ગ્રામસેવક તથા ગ્રામ્ય કક્ષાના સંબંધીત અધિકારીઓને પુર વાવાઝોડા સમયે હેડકવાર્ટરમાં હાજર રહેવા અંગે જાણ કરવાનું નકકી કરાયું હતું.વર્ષાઋતુ દરમ્યાન રોગચાળો ફાટે નહી તે માટે આરોગ્ય વિભાગની ટીમોને હાજર રહેવા તેમજ જરુરી દવાનો જથ્થો આરોગ્ય કેન્દ્રમાં રાખવા સુચના આપવામાં આવી, વર્ષાઋતુ કે પુર વાવાઝોડામાં માનવ મૃત્યુ તેમજ પશુ મૃત્યુ થાય તો તાત્કાલીક સહાય માળે તે માટે ગ્રામ્ય લેવલે મિટીંગો કરવા જરુરી સુચના આપવામાં આવી.

વર્ષાઋતુ દરમ્યાન પશુઓમાં રોગચાળો ફાટે નહી અને મૃત્યુ દર ઘટાડી શકાય તે માટે જરુરી રસીકારણની આગોતરા વ્યવસ્થા કરવા માટે યોગ્ય પગલા લેવાની સુચના આપવામાં આવી. ચેક ડેમોનો સર્વે કરીને જરુરી મરામત કરવી તેમજ નીચાણવાળા ગામોને હાઇ એલર્ટ કરવા જણાવાયું હતું.આ મીટીંગમાં જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણવસિયા, નાયબ જીલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ, નાયર જીલ્લા વિકાસ અધિકારી નિર્ભય ગોંડલીયા, પ્રોગ્રામ ઓફીસર મનીષાબેન, કાર્યપાલક ઇજનેર ડાંગર, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.આર. સરડવા, સમાજ કલ્યાણ અધિકારી ડી.એમ. સાવરીયા, જીલ્લા મલેરીયા અધિકારી ઉપઘ્યાય, આયુર્વેદ અધિકારી કે.જી. મોઢ, મનરેગા અધિકારી સુરેશભાઇ ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવા, સિંચાઇ અધિકારી કે.એન. બાલદાણીયા, તથા અન્ય તમામ શાખા અધિકારીઓ ખાસ હાજર રહેલ હતા મીટીંગ બાદ પ્રમુખ ભુપતભાઇ બોદરે તમામ અધિકારીઓના સાથ સહકાર આભાર વ્યકત કરેલ હતો અને લોક કલ્યાણ માટે વધુને વધુ કામ કરવા આહવાન આપેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.