Abtak Media Google News

બિન પરંપરાગત ઉર્જાનો હિસ્સો 2022માં 40 ટકા હતો, જે 2027માં 57 ટકા અને 2032માં 68 ટકાએ પહોંચવાનો અંદાજ

ભારત ઝીરો કાર્બન ઉત્સર્જન નીતિ ઉપર મક્કમ રીતે આગળ વધી રહ્યું છે. તેવામાં આગામી દશકામાં વીજળીની જરૂરિયાતનો 2/3 ભાગ બિનપરંપરાગત સ્ત્રોતમાંથી આવશે તેવો અંદાજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે વીજળી મહત્તમ બિન પરંપરાગત સ્રોતોમાંથી મેળવવામાં આવશે.

બિન-અશ્મિભૂત ઇંધણ-આધારિત ક્ષમતાનો હિસ્સો  2022 સુધીમાં લગભગ 40% થી 2027 સુધીમાં 57.4% અને 2032 સુધીમાં વધીને 68.4% થવાની સંભાવના છે, એમ રાષ્ટ્રીય વીજળી યોજના, જે દર પાંચ વર્ષે પ્રકાશિત થાય છે. તેમાં જણાવાયું છે.  આ યોજના 2017 થી 2022 માટેના અંદાજોની સમીક્ષા, 2022-2027 દરમિયાન વિગતવાર ક્ષમતા વધારાની આવશ્યકતાઓ અને 2027-2032 માટેના પ્લાન અંદાજોની સમીક્ષા પૂરી પાડે છે.

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલી એક દાયકા લાંબી યોજના મુજબ, ભારત પાસે 2031-32 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી તેની વીજળી ઉત્પાદન ક્ષમતાના બે તૃતીયાંશ કરતાં વધુ હોવી જોઈએ.

વધતી જતી પર્યાવરણીય ચિંતાઓ અને સ્વચ્છ ઉર્જા જનરેશન ટેક્નોલોજીને અપનાવવા પર વૈશ્વિક દબાણની અસર નજીકના ભવિષ્યમાં દેશમાં કોલસા આધારિત સ્થાપિત ક્ષમતાના હિસ્સા પર પડશે, જોકે કોલસા આધારિત ઉત્પાદનનો હિસ્સો ઊંચો રહેશે,  યોજનામાં જણાવ્યું હતું.

યોજના મુજબ, 2022-2027માં પીક ડિમાન્ડ અને એનર્જીની જરૂરિયાતને પહોંચી વળવા માટે 2027 માં એકંદર પાવર ક્ષમતા વધારાની આવશ્યકતા 212 ગીગાવોટ છે, જેમાં 32 ગીગા વોટ પરંપરાગત ક્ષમતા અને 180 ગીગાવોટ નવીનીકરણીય-આધારિત ક્ષમતાનો સમાવેશ થાય છે.  તેવી જ રીતે, 2027-2032 દરમિયાન મહત્તમ માંગ અને 2032 માટે ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા ક્ષમતા વધારાની જરૂરિયાત 292 ગીગાવોટ છે, જેમાં પરંપરાગત ક્ષમતાના 32 ગીગાવોટનો સમાવેશ થાય છે.

રિન્યુએબલ એનર્જી કોલસાના સંપૂર્ણ વિકલ્પ તરીકે સ્ટોરેજ માટે સક્ષમ ન બને ત્યાં સુધી ચોવીસ કલાક વીજ પુરવઠાની જરૂરિયાતો પૂરી કરી શકતી નથી એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. થર્મલ પાવર પ્લાન્ટની વર્તમાન સ્થાપિત ક્ષમતા 237 ગીગાવોટ છે, જ્યારે મોટા હાઇડ્રો સહિત રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 179 ગીગાવોટ છે.

10 વર્ષમાં પાવર પ્લાન્ટ પાછળ રૂ.33.60 લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ

નવીનતમ વીજળી યોજના પ્રોજેક્ટ્સ 2022-2027 માં પાવર પ્લાન્ટ સ્થાપવા માટે જરૂરી કુલ ભંડોળ રૂ.14,54,188 કરોડ છે.  2027-2032 માટે કુલ ભંડોળની જરૂરિયાત રૂ. 19,06,406 કરોડ હોવાનો અંદાજ છે. બીજી તરફ 2022-27 માટે ભંડોળની જરૂરિયાતના અંદાજના આધારે, સત્તાધિકારીએ અનુમાન લગાવ્યું છે કે વિકાસકર્તાઓએ કુલ રૂ.3,63,547 કરોડની ઈક્વિટી ઈન્ફ્યુઝ કરવી પડશે અને રૂ.10,90,641 કરોડના દેવાની વ્યવસ્થા કરવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.