Abtak Media Google News

કલોલમાં ઓકિસજનનો પ્લાન્ટ નાખી ઈફફકો હોસ્પિટલોને મફતમાં આપશે

કોરોના મહામારીની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યભરની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાતા કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ જઈ રહ્યા છે. કટોકટીની આ પરિસ્થિતિમાં તંત્રની મદદ કરી લોકોની વહારે હવે ખાતર ઉત્પાદિત કરતા બે મોટા મહારથીઓ મેદાને ઉતર્યા છે. ઈફફકો અને જીએસએફસી હવે ઓક્સિજનનું ઉત્પાદન કરશે. કુત્રિમ પ્રાણવાયુ ઉત્પાદિત કરી કોરોના દર્દીઓમાં પ્રાણ પુરશે. એટલું જ નહીં ઈફફકોએ એમ પણ જાહેરાત કરી છે કે તે ગાંધીનગરના કલોલ ખાતે ઓક્સિજનનો પ્લાન્ટ ઉભો કરી રાજ્યભરની જરૂરિયાતવાળી હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરવઠો મફતમાં પૂરો પાડશે.

ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી સહકારી કંપની ઈફ્કોએ કોરોના સંકટ વચ્ચે દેશમાં ઓક્સિજનની જે તંગી વર્તાઈ રહી છે તેને અનુલક્ષીને એક ખૂબ મોટી પહેલ કરી છે. ઈફ્કો ગુજરાતના કલોક ખાતે આવેલા પોતાના કારખાનામાં 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ નાખશે. આ કારખાનામાં તૈયાર થનારા એક ઓક્સિજન સિલિન્ડરમાં 46.7 લિટર ઓક્સિજન હશે. માંગને અનુલક્ષીને આ કારખાનુ દરરોજ 700 મોટા ડી ટાઈપના અને 300 મીડિયમ બી ટાઈપના સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડનો ઓક્સિજન પૂરો પાડશે. તો આ સાથે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશન એટલે કે જી.એસ.એફ.સી પણ લિક્વિડ ઓક્સિજનનો વડોદરા ખાતેની પોતાની કંપનીમાં ઉત્પાદન કરશે. તેણે જણાવ્યું છે કે દરરોજ 10 ટન ઓક્સિજનના જથ્થાનું ઉત્પાદન કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.