Abtak Media Google News

આરોપી ટેમ્પોમાં ટાકો બેસાડી ફ્યૂઅલ પમ્પ ફીટ કરી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતો’તો રૂ.5.79 લાખનો મુદામાલ કબ્જે

 

અબતક,રાજકોટ

ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહને અટકાવી કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. જોકે, આમ છતાં પણ રાજકોટ જિલ્લામાં ફરી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ થઇ ગયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે ટેન્કરમાં ટેન્ક ફીટ કરી બાયોડીઝલનું વેચાણ કરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી 2000 લીટર બાયોડીઝલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેમ્પોમાં ટાંકો બેસાડી ફ્યૂઅલ પમ્પ ફીટ કર્યો હતો ગોંડલ સિટી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે, રવિ મનસુખભાઇ બેચરા નામનો શખસ ગોંડલ જામવાડી ૠઈંઉઈ નજીક જય સિયારામ વે-બ્રિજ પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં ટાટા કંપનીના વાહનમાં ટાંકો બેસાડી તેમાં ઇલેક્ટ્રિક પમ્પ ફીટ કરી ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થના જથ્થાનું વેચાણ કરી રહ્યો છે. આ હકીકતના આધારે ગોંડલ સિટી પોલીસે રેડ પાડી હતી.

આ દરમિયાન ટાટા કંપનીનું  વાહન જીજે-10-ટીટી 5529માં ઇલેક્ટ્રિક ફ્યૂલ પમ્પ ફીટ કરી તેમાં આશરે 3500 લિટરના ટાંકામાંથી 2000 લીટર જેટલો શંકાસ્પદ પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. હાલ પોલીસે ટાટા કંપનીનું વાહન કિં.રૂ.4.00,000 તથા શંકાસ્પદ પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થ કિં.રૂ.1,44,000 તથા ફ્યુઅલ પમ્પ કિં.રૂ.35,000 મળી કુલ 5,79,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પકડાયેલા આરોપી રવિ બેચરાની પૂછપરછ કરતા આ બાયોડીઝલનો વિજય ટોળીયા અને રેનિસ અમૃતિયાનો હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું.

હાલ ગોંડલ સિટી પોલીસે શંકાસ્પદ જથ્થો કબ્જે કરી સેમ્પલ પરીક્ષણમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.