માળીયા નજીકના ચેરવાડ વાંઢમાં ૨૦ જેટલા લોકોને ઝેરી મેલેરિયા : ૮ દર્દીઓ સારવાર હેઠળ

સુરજબારી ખાતે તહેવાર મનાવવા ગયેલા માળિયાના ૩ લોકોને પણ મેલેરિયા ભરખી ગયો

માળીયા નજીક આવેલા ચેરવાડ વાંઢ વિસ્તારના ૨૦ થી વધુ લોકોને ઝેરી મેલેરિયા થયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હાલ આમાંથી ૮ જેટલા લોકો મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના સુરજબારી પાસેના ચેરવાડ વાંઢમાં ૨૦ થી વધુ લોકોને ઝેરી મેલેરિયા થયો હતો. માળિયાના સુજાના મરાટ ઉ.વ.૩, સમીના મુરાટ ઉ.વ.૫ અને શકુરા મુરાટ ઉ.વ. ૨૫ ત્યાં તહેવાર મનાવવા ગયા હોય તેઓને પણ ઝેરી મેલેરિયા ભરખી ગયો હતો. આ સાથે સરજબારીના જાપટ પીરમામદ ઉ.વ.૧૫, અમીનાબેન ઇશાભાઈ ઉ.વ.૬૦, અસગટ રહીમ ઉ.વ.૨૦, રૂકશાના રહીમ ઉ.વ. ૧૭ અને આસમીન પીરમામદ ઉ.વ. ૨૦ને પણ ઝેરી મેલેરિયા થયો છે.

આ તમામ હાલ મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના મેલેરિયાના દર્દીઓની તબિયતમાં સુધારો જણાતા તેઓએ રજા લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે.