Abtak Media Google News

અગાઉ એટીએફના દરમાં 5%નો ઘટાડો કર્યા બાદ મુખ્યમંત્રીનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય

અબતક, અમદાવાદ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહતુક હવાઈ સેવાઓમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે આ ઘટાડો આજે મધ્યરાત્રીથી અમલમાં આવશે.મુખ્યમંત્રીના આ પ્રજાલક્ષી નિર્ણયને કારણે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી એ ગત 13મી ડિસેમ્બરે એટીએફના દરોમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો.હવે આ વધુ 20 ટકા ઘટાડાને પરિણામે એટીએફ પર રાજ્યમાં 5 ટકા નો મૂલ્ય વર્ધિત દર રહેશે ઉલ્લેખનીય છે કે , 1 જાન્યુઆરીથી ગુજરાતના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે સુરતમાં વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ વેન્ચુરા સેવાનું ઉદઘાટન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ અને રાજયના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટનો સમય જ્યારે સુરતથી અમરેલી 45 મિનિટમાં સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થશે જેમાં સમય નો પણ બચાવ થશે.સુરતમાં લોકો સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999  ટિકિટ દર રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.