Abtak Media Google News

ચાર્જિગ સ્ટેશનથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં 20 ઇ-રિક્ષા મૂકી હતી, હાઈ વોલેટજના કારણે આગી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન: જોતજોતામાં તમામ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇ રિક્ષાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાર્જ કરવા રિક્ષાઓ મૂકી હતી તે દરમિયાન આગની ઘટના સામે આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ આગમાં 20થી વધુ રિક્ષાઓ આગમાં સ્વાહા થઈ ગઈ છે. ગત મોડી રાતે આ ઘટનાં બની હતી. હાઈ વોલેટજના કારણે આગી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. કેવડીયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ- રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે.

પિંક કલરની ઈ-રિક્ષાઓ એક્ટનગરીમાં 100 જેટલી રાખવામાં આવી છે. ત્યારે ગતરાત્રિના ચાર્જિંગ પોઇન્ટથી 35 ફૂટના અંતરે પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી અને 20 જેટલી ઈ-રિક્ષાઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી.

બુધવારે રાતે એસઓયુ પરિસર બંધ થયા બાદ ચાર્જિગ સ્ટેશનથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં 20 ઇ-રિક્ષા મૂકી હતી. ગુરુવારે મળસકે આશરે 3 વાગ્યાના સુમારે એકાએક રિક્ષા સળગવા લાગી હતી અને જોતજોતામાં તમામ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સાગમટે 20 રિક્ષા સળગી ઊઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તા મંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

હાલ તો હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મૂકેલી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જિંગના લીધે ઘટના બની તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગફોડિયા તત્ત્વ દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગતરાત્રિએ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવા દરમિયાન રિક્ષાઓ ચાર્જિંગ સ્ટેશનથી 30-35 ફુટ દૂર પાર્કિંગમાં રાખવામાં આવી હતી તે દરમિયાન આગ લાગી હતી. ત્યારે સમગ્ર બાબતે કેઈટીઓ કંપનીના પ્રતિનિધિએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપી છે અને કેવડિયા પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાલ ચાલી રહી છે. પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ ચાલુ કરાઇ છે. આ ઉપરાંત કેઈટીઓ કંપનીના તજજ્ઞો દ્વારા પણ તપાસ હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.