Abtak Media Google News

200 પૈકી 100થી વધુ માછીમારો ઉના-ગીર ગઢડા તાલુકાના: ધારાસભ્ય કે.સી.રાઠોડના પ્રયાસોને સફળતા

પાકિસ્તાનની જેલમાં સબડતા ગુજરાતના 183 જેટલી માછીમારોને જેલમુક્ત કરાયા હતા. દરમિયાન આજે પાકિસ્તાન દ્વારા ભારતના વધુ ર00 માછીમારોને જેલમાંથી મૂક્ત કરવામાં આવ્યા છે. જે આજે વાઘા બોર્ડરે પહોંચશે. આગામી રવિવાર કે સોમવારે વેરાવળ ખાતે આવી પહોંચશે.

ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા ઉના-ગીરગઢડા તાલુકાના માછીમારો છેલ્લા ત્રણ થી પાંચ વર્ષ થી પાકિસ્તાન જેલમાં કેદ હતા. તેવા માછીમાર ભાઈઓ અને પરીવારોની વેદનાને વાચા આપવા અને આવા માછીમાર ભાઈઓ વહેલી તકે વતન 5રત ફરે તે માટે કેન્દ્ર સરકારમાં અસરકારક રજુઆત કરવા માટે માછીમાર 5રીવારોનું એક સંમેલન માધવબાગ વાડી-ઉના ખાતે યોજેલ હતું. અને તેમાં માછીમાર પરીવારોને દરેક પ્રકારે સહાયરૂપ થવા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જાહેરાત કરેલ હતી.

સાથોસાથ પાકિસ્તાન જેલમાં કેદ સૌથી વધુ ઉના તથા ગીરગઢડા તાલુકાના માછીમારો વહેલી તકે મુકત થઈને પોતાના વતન 5રત ફરે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશ મંત્રી એસ.જયશંકર તથા કેન્દ્રીય મંત્રી 5રશોતમભાઈ રૂપાલાને રજુઆત કરી હતી.  કેન્દ્ર સરકારે પણ ગંભીરતા લઈને જરૂરી પ્ર઼ક્રિયા હાથ ધરેલ હતી. જેનાં પરીણામ સ્વરૂપ ગત 15 મે ના રોજ ગુજરાત સહીત દેશના 199 માછીમારો પાક. જેલ માંથી મુકત થઈને વતન પરત ફર્યા હતા. પાક. જેલમાં બાકી રહેલ માછીમારોને પણ મુકત કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તેને પણ સફળતા પ્રાપ્ત થયેલ છે.

આજે ગુજરાત સહીત દેશના વધુ ર00 માછીમારો પાક. જેલમાંથી મુકત થઈને અમૃતસર વાઘા બોર્ડરે પહોંચશે. તેઓ આગામી 4 અથવા 5 જુનના રોજ આ માછીમારો વેરાવળ ફીશરીઝ કચેરીએ પહોંચનાર છે. ફરી મુકત થતા ર00 માછીમારોમાં અડધા એટલે 100 માછીમારો તો ફકત ઉના-ગીરગઢડા તાલુકાના છે, જે સમાચાર સાંભળી ઉના પંથકના માછીમાર પરીવારોમાં હર્ષની લાગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.